Gujarati Video : ભર ઉનાળે વલસાડના ઉમરગામમાં વરસાદ વરસ્યો, કેરીના પાકને નુકસાનની ભીતિ

|

May 01, 2023 | 2:35 PM

વલસાડના ઉમરગામમાં વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વરસતા વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારના અન્ય ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના ઉમરગામમાં વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ વરસતા વલસાડ તેમજ રાજ્યના અન્ય ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચો : Valsad : તિથલમાં જીવના જોખમે સહેલાણીઓ મોજ માણતા જોવા મળ્યાં, જુઓ Video

અમરેલીમાં પડ્યો ધોધમાર વરસાદ

તો બીજી તરફ ગઈકાલે અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું છે. તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો હતો. જેમાં જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video