રામદાસ આઠવલેના OBC અનામત અંગેના નિવેદન પર ગુજરાત PASSની પ્રતિક્રિયા, અલ્પેશ કથિરીયાએ કહ્યુ ‘સરકારે પહેલા સર્વે કરાવવો જોઈએ’

|

Jan 17, 2022 | 9:53 AM

થોડા મહિના પહેલા પણ અમદાવાદની મુલાકાત દરમિયાન રામદાસ આઠવલેએ અનામતનો મધપૂડો છંછેડ્યો હતો. આઠવલેએ કહ્યુ હતુ કે અલગ ક્વૉટા ફાળવી, 8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઇએ.

ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવેશની માગને લઈ શાંત થયેલા પાણીમાં કેન્દ્રીય પ્રધાને પથ્થર ફેંકીને નવા વમળો સર્જયા છે. ગુજરાતમાં ગરીબ પાટીદારોને હાલમાં EWSનો લાભ મળે છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે (Ramdas Athawale)એ કહ્યું કે પાટીદાર સમાજને OBC અનામત (OBC reservation)નો લાભ મળવો જોઈએ.જેની સામે પાસ નેતા અલ્પેશ કથિરીયા (Alpesh Kathiria)એ પ્રતિક્રિયા આપી છે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલેએ નર્મદા જિલ્લામાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે પાટીદાર સમાજના ગરીબ લોકોને અનામતનો હક ચોક્કસ મળવો જોઈએ. આ મુદ્દે અમારા મંત્રાલયે તમામ રાજ્યોને અધિકાર આપ્યા છે. ગુજરાત સરકારે હવે પાટીદારોને OBCમાં સમાવેશ અંગે ઝડપથી નિર્ણય લેવો જોઈએ.

ગુજરાતમાં ગરીબ પાટીદારોને હાલમાં EWSનો લાભ મળે છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે પાટીદાર સમાજને OBC અનામતનો લાભ મળવો જોઈએ. રામદાસ આઠવલેના નિવેદન પર પાસ નેતા અલ્પેશ કથિરીયાએ પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ કથિરીયા કહ્યું આ માટે રાજ્ય સરકારે પહેલા સર્વે કરાવવો જોઈએ. જે બાદ જ આગળ નિર્ણય લઈ શકાય.

મહત્વનું છે કે થોડા મહિના પહેલા પણ અમદાવાદની મુલાકાત દરમિયાન રામદાસ આઠવલેએ અનામતનો મધપૂડો છંછેડ્યો હતો. આઠવલેએ કહ્યુ હતુ કે અલગ ક્વૉટા ફાળવી, 8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદારોને અનામત આપવી જોઇએ. સાથે જ તેઓએ મહારાષ્ટ્રમાં મરાઠા, હરિયાણાના રાજપૂતોને પણ અલગ ક્વૉટા દ્વારા અનામત આપવાની ભલામણ કરી હતી.

આ પણ વાંચોઃ

Ahmedabad: શહેરમાં નવા 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 147 થઈ

આ પણ વાંચોઃ

હવે KYC માટે કચેરીઓના ધક્કા ખાવા પડશે નહિ, સરકાર લાવી રહી છે One Nation One KYC, જાણો શું મળશે રાહત ?

Next Video