Surat: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગ્રીષ્મા વેકરિયાના પરિવારની મુલાકાત લઇ હૈયાધારણા આપી

|

May 06, 2022 | 1:18 PM

ગુરુવારે ફેનિલને ફાંસીના ચૂકાદાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Minister of State for Home Affairs Harsh Sanghvi) ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ફક્ત 70 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા મળી છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે તમામ કાર્યક્રમો રદ કરી ગ્રીષ્મા વેકરિયાના (Grishma Vekaria) પરિવારની મુલાકાત લીધી. કોર્ટે ફેનિલને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ગ્રીષ્માના પરિવારે ચુકાદાને આવકાર્યો છે. સાથે જ કહ્યું હતું કે, હવે બસ ફેનિલને વહેલી તકે ફાંસીના માચડે ચઢાવી દેવામાં આવે. ગ્રીષ્માની હત્યાના થોડા દિવસ બાદ જ હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચી ગયા હતા. પરિવારને વહેલી તકે ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે જ્યારે ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે ત્યારે ફરી હર્ષ સંઘવીએ પીડિત પરિવારને મળી હૈયાધારણા આપી.

ગુરુવારે ફેનિલને ફાંસીના ચૂકાદાને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ફક્ત 70 દિવસમાં જ આરોપીને ફાંસીની સજા મળી છે. આરોપીઓને સજા અપાવવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ કેસ હવે કેસ હાઇકોર્ટમાં જશે તો તેનો પણ ઝડપી ઉકેલ લાવવાની તેમણે ખાતરી આપી હતી. ત્યારે હવે ગ્રીષ્માના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા આપવામાં આવી છે. ત્યારે ફરી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી.

સુરત (Surat) ના ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder Case) માં ચૂકાદો આવી ગયો છે. કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી છે. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માંના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી.

Published On - 1:18 pm, Fri, 6 May 22

Next Video