દ્વારકામાં ધાર્મિક જેહાદને લઈને પ્રધાન પૂર્ણેશ મોદીનું ટ્વિટ, વિવાદ વધતાં તમામ ટ્વીટ હટાવ્યા

|

Oct 09, 2022 | 5:22 PM

ગુજરાતના(Gujarat)દ્વારકામાં(Dwarka)ગેરકાયદે દબાણો દૂર કરવાની તજવીજ ચાલી રહી છે. જે દરમ્યાન રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) ધાર્મિક જેહાદ મુદ્દે ટ્વિટ કરતાં વિવાદ વકર્યો હતો. જેના પગલે પૂર્ણેશ મોદીએ આ તમામ ટ્વિટ ડિલીટ કરી દીધા છે

ગુજરાતના(Gujarat)દ્વારકામાં(Dwarka)ગેરકાયદે દબાણો દૂર કરવાની તજવીજ ચાલી રહી છે. જે દરમ્યાન રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) ધાર્મિક જેહાદ મુદ્દે ટ્વિટ કરતાં વિવાદ વકર્યો હતો. જેના પગલે પૂર્ણેશ મોદીએ આ તમામ ટ્વિટ ડિલીટ કરી દીધા છે. જેમાં મંત્રી પૂર્ણેશ મોદીએ કરેલી ટ્વિટની વાત કરીએ તો તેમણે કરેલી ટ્વિટમાં લખ્યું હતું કે “ઓખાથી દ્વારકા બેટ જતી 90 ટકા બોટો મુસ્લીમ સમુદાયની છે. “હિન્દુ તહેવારોમાં બોટ માલિકો ચારગણું ભાડું વસુલે છે. જેથી હિન્દુઓ પૌરાણિક મંદિરોમાં દર્શન કરવા ન જઈ શકે. તેમજ મુસ્લીમોના ગેરકાયદે દબાણો અંગે જાણકારી પણ ન મળે. આ ઉપરાંત તેમણે લખ્યું હતું કે ” બેટ દ્વારકામાં હિન્દુ દીકરીઓઓને લવ જેહાદ હેઠળ ફસાવાય છે. બળજબરી ધર્માંતરણ કરવાતું હોવાનો પણ પ્રધાને દાવો કર્યો હતો. જો કે આ મુદ્દે વિવાદ વકરતા તેમણે તમામ ટ્વિટ ડિલીટ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકામાં  સતત પાંચમા દિવસે ગેરકાયદે બાંધકામ હટાવવા કામગીરી યથાવત  રહી હતી.  વધુ 4 બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે અભિનંદન પત્ર લખીને ડીમોલેશનની કામગીરીને બિરદાવી હતી. મુખ્યપ્રધાન સહિત વહીવટી તંત્રનો વિશ્વ હિન્દુ પરિષદે આભાર માન્યો હતો. પ્રમુખે કહ્યું, ભાજપના નેતૃત્વમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલી શક્યું છે. મહત્વપૂર્ણ છે કે, સરકારી અને ગૌચરની જમીન પર હજુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસ નજર રાખી રહી છે.

 

Next Video