Gandhinagar : કિસાન સંઘે ખેડૂતોને એકસમાન દરે વીજળી પૂરી પાડવા માંગ કરી

|

Feb 27, 2022 | 10:50 PM

કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલ અપાય છે.કિસાન સંઘનો દાવો છે કે 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66 હજાર 500 વસૂલાય છે.

ભારતીય કિસાન સંઘે(Kisan Sangh)રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.રાજ્યમાં ખેડૂતોને(Farmers) એકસમાન વીજ દર (Electricity Rate) લાગુ કરવાની માંગ સાથે સરકારને કિસાન સંઘે અલ્ટિમેટમ આપ્યું છે.કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલ અપાય છે.કિસાન સંઘનો દાવો છે કે 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66 હજાર 500 વસૂલાય છે.જ્યારે 2003 પછીના જોડાણ મીટરવાળા છે..જેમાં યુનિટ દીઠ 60 પૈસાનો ભાવ અને હોર્સ પાવર દીઠ 20 રૂપિયા વસૂલાય છે..જેના કારણે મીટરવાળા ખેડૂતોને વર્ષે 1 લાખથી વધુ રકમ ચૂકવવી પડે છે.

જેથી કિસાન સંઘની માંગ છે કે કાં તો સરકાર બધાં જ ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક રકમ નક્કી કરે અથવા મીટરવાળા ખેડૂતોનો ઉપરનો ખર્ચ સરકાર ભોગવે.

આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

Published On - 10:48 pm, Sun, 27 February 22

Next Video