ગુજરાતના IAS અધિકારી કે. રાજેશને સીબીઆઇ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

|

Jul 14, 2022 | 11:06 PM

સીબીઆઈએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઇએ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જો કે અદાલતે કે. રાજેશના સોમવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગુજરાત(Gujarat)  કેડરના આઇએએસ અધિકારી કે. રાજેશની(K. Rajesh)  ભ્રષ્ટ્રાચારના કેસમા સીબીઆઇએ(CBI) ધરપકડ કર્યા બાદ આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સીબીઆઈએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઇએ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જો કે અદાલતે કે. રાજેશના સોમવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત સીબીઆઇના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે કે.રાજેશ અને તેમના પરિવારના દેશની વિવિધ બેંકમાં ખાતા છે. જ્યારે કે. રાજેશે અદાલતમાં બચાવમાં રજૂઆત કરી હતી.

કે. રાજેશના વકિલે કોર્ટ પાસે મજૂરી માંગતા પૂછ્યું કે આરોપી કે. રાજેશ કોર્ટને કઈક કહેવા માંગે છે શું કોર્ટ મંજૂરી આપે છે . આમ કોર્ટની મંજૂરી બાદ કે. રાજેશ વિટનેશ બોકસમાં આવ્યા અને તેમણે કોર્ટમાં રજૂઆત કરી કે જ્યારે CBI આવી ત્યારે હું બેંગલોર હતો અને આ વાતની જાણ થતાં તરત અમદાવાદ આવ્યો.. જે દરમિયાન CBI નાં અધિકારીઓ મારી સામે લેપટોપ લઈ છેલ્લા 2 દિવસમાં 35 થી વધુ સવાલ કરી ચૂક્યા છે અને તમામ સવાલ લેપટોપમાં ટાઇપ કરેલ હતા જેના જવાબ મારા દ્વારા ફકરામાં એટલે કે વિગતવાર આપવામાં આવ્યા છે…એક પણ સવાલ એવો નથી કે જેના જવાબ મે વ્યવસ્થિત ના આપ્યા હોય… એવું તો શું છે CBI કહે કે મે જવાબ ના આપ્યો હોય અને એવા કયા કારણ છે કે જેના કારણે મારું કરિયર ખતમ કરવામાં આવી રહ્યું છે.. આ તમામ પ્રક્રિયાનાં મને નિયમ ખબર છે અને તે મુજબ જ કાર્ય કર્યું છે

ગુજરાત  કેડરના IAS અધિકારી કે રાજેશની  ભ્રષ્ટાચાર અને  ખોટી રીતે લાભ કરાવવાના  આરોપ હેઠળ CBIએ બુધવારે  ધરપકડ કરી છે. જેમાં તેવો તેમની સામે ચાલી રહેલી તપાસમાં સહકાર આપતા ન હતા. તેમના પર લાંચ લઇને  બંદૂકનું લાઇસન્સ આપવું અને જમીન કૌભાંડ કરવાનો આરોપ છે. તેવો સુરેન્દ્રનગરના પૂર્વ ક્લેક્ટર હતા તેમજ ત્યાર બાદ સામાન્ય વહિવટ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા હતા.આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓકાર્યાલયમાં 11મી મે 2022ના રોજ લેખિત રજૂઆત કરી હતી.

 

Published On - 10:05 pm, Thu, 14 July 22

Next Video