દેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી ગુજરાતની તમામ હોસ્પિટલમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આજથી બે દિવસ માટે રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવશે. કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની હાજરીમાં મોકડ્રીલ યોજાઇ.
ગાંધીનગરમાં મોકડ્રીલની અંદર દર્દીઓને કેવી રીતે લાવવામાં આવે છે. કેવી રીતે સારવાર કરવામાં આવે છે તે તમામ વસ્તુ અંગે મોકડ્રીલ યોજાઇ. આરોગ્ય પ્રધાન પોતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્તમાન સ્થિતિમાં કોરોનાના એક પણ દર્દી દાખલ નથી, પરંતુ જે PHC સેન્ટર છે, ઓક્સિજન પ્લાન્ટ છે, તેમાં કયા પ્રકારે કામ કરવામાં આવે છે. ઓક્સિજનની કોઇ ઘટ તો નથી ને તે અંગે સમીક્ષા કરવામાં આવી. ઋષિકેશ પટેલે હોસ્પિટલમાં વ્યવસ્થા,વેન્ટિલેટર બેડ સહિતની સુવિધાઓની સમીક્ષા કરી હતી.
ત્યારે આ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે રાજયમાં વધતા જતા કોરોનાના કેસને લઈ રાજય સરકાર સતર્ક છે. કોરોના સામે લડવા તંત્ર સજ્જ છે. ગ્રામ્યથી લઈ શહેરી વિસ્તારમાં કોરોના સામે લડવા તમામ સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. સાથે જ ઓક્સિજન ,વેન્ટિલેટર, બેડની સુવિધા અને દવાના જથ્થા સાથે હોસ્પિટલ્સ સજ્જ હોવાની માહિતી હતી.
ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે કોઈ પણ હોસ્પિટલમાં ભૂલ જણાશે કડક કાર્યવાહી કરાશે, તેમણે જણાવ્યુ હતુ કે રસીના ત્રણ લાખ ડોઝની કેન્દ્ર સરકાર પાસે માગણી કરવામાં આવી છે. ગુજરાતમાં 200 જેટલા કેસ ઘટ્યા છે, ગુજરાતમાં માસ્ક ફરજીયાત નથી. પરંતુ લોકોએ પોતાના માટે માસ્ક પહેરવું જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…