ગુજરાત હાઇકોર્ટે શાહરુખ ખાનને રઈસ ફિલ્મના પ્રમોશન દરમ્યાન થયેલ દુર્ઘટના કેસમાં આપી રાહત

|

Apr 27, 2022 | 7:29 PM

આ અગાઉ હાઇકોર્ટમાં (High Court) હાથ ધરાયેલી સુનાવણીમાં શાહરુખ ખાનના (Shahrukh Khan) વકીલે કહ્યું કે શાહરુખ ખાન માફી માગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર છે.

ગુજરાતમાં રઈસ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા (Vadodara)રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટના મામલે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને (Shahrukh Khan) ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) રાહત આપી છે. આ ફરિયાદને રદ કરવાની માગ સાથે શાહરૂખ ખાને અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટે શાહરુખ ખાનની અરજી મંજૂર કરી ફરિયાદને રદ કરી છે. આ અગાઉ હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં શાહરુખ ખાનના વકીલે કહ્યું કે શાહરુખ ખાન માફી માગવા અને વળતર ચૂકવવા માટે તૈયાર છે. આ કેસમાં હાઇકોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું છે કે શાહરુખ ખાને ઉત્સાહમાં આવી પ્રમોશનની વસ્તુઓ ભીડમાં ફેંકી હતી. જેના લીધે શાહરુખ ખાને ફેંકેલી વસ્તુઓ લેવા લોકો જીવના જોખમે દોડ્યા હતા.

અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા બાદ અફરાતફરી મચી હતી

વડોદરા રેલવે સ્ટેશન પર 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે શાહરુખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. જેમાં કોચ નંબર A-4માં કે જ્યાં તેનું બુકીંગ ન હતું ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. વડોદરામાં થોડો સમય રોકાણ કર્યું હતું. શાહરુખ ખાનના આવવાથી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ સમયે અભિનેતાએ ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા બાદ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ  કર્યો હતો.

આ દરમિયાન  એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.આ કેસમાં રેલવે એસ.પી એ તપાસના આદેશ આપ્યા હતા જેમાં આયોજકોએ પરવાનગી લીધી ન હતી તેમજ આયોજકોએ રેલવે પોલીસને જાણ પણ કરી ન હતી. આ સમગ્ર મામલે અભિનેતા  શાહરુખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને રદ કરવા માટે અભિનેતાશાહરૂખ ખાને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે

આ પણ વાંચો :  Surat : કોર્પોરેશન દ્વારા ઇ-ચાર્જિંગ સ્ટેશન વધાર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હજી વધવાનું અનુમાન

આ પણ વાંચો : Gandhinagar: અધ્યાપકોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત, CCCની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે, નિવૃત્ત થતા અધ્યાપકોને મળશે સાતમા પગાર પંચનો લાભ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:32 pm, Wed, 27 April 22

Next Video