VIDEO : હવે ઘરનું ધર ખરીદવુ મોંધુ પડશે ! જાણો જંત્રીના ભાવમાં બમણા થવાથી શું થશે અસર

|

Feb 05, 2023 | 8:43 AM

છેલ્લે 2011માં જંત્રીના ભાવમાં વધારો કરાયો હતો. અને તેના 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે.

રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં બમણો ભાવ વધારો ઝીંક્યો છે. છેલ્લે 2011માં જંત્રીના ભાવમાં વધારો કરાયો હતો. અને તેના 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી આ બાબતે નિર્ણય લીધો છે. સોમવારથી સમગ્ર રાજ્યમાં જંત્રીના નવા દર અમલમાં મુકાશે.

સરકારના આ નિર્ણયને મોટા બિલ્ડર્સે આવકાર્યો

તો બીજી તરફ રાજ્યમાં જંત્રીની સર્વેની કામગીરી ચાલુ રહેશે. મહત્વનું છે કે, જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બનશે. ઘર કે કોઈપણ પ્રોપર્ટી માટેના સ્ટેમ્પ ડ્યુટી તેમજ દસ્તાવેજનો ખર્ચ ડબલ થઈ જશે. અને સરકારને જંત્રીમાં ભાવ વધારો કરતા ટેક્સ ક્લેક્શન વધારે થશે. સરકારના આ નિર્ણયને મોટા બિલ્ડર્સે આવકાર્યો હતો.

આપને જણાવી દઈએ કે, મહેસૂલ વિભાગ દ્વારા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકવામાં આવ્યા હતા. તે ભાવ ખૂબ ઊંચા હોવાથી ખુબ વિરોધ થયો અને સરકારમાં રજૂઆત કરતાં તેને ધ્યાને લઈ 2011ના એપ્રિલ માસમાં સુધારેલા ભાવ સાથેની જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી, જે હાલ અમલમાં છે.

Published On - 8:01 am, Sun, 5 February 23

Next Video