Breaking News : ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં, તબીબો સસ્પેન્ડ, જુઓ Video

ભાવનગરની સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગના મામલે ગુજરાત સરકારે તાત્કાલિક કડક પગલાં લીધા છે.

| Updated on: Jul 30, 2026 | 9:57 PM

ભાવનગરની સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સામે આવેલા રેગિંગ કેસે સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારે રેગિંગ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તબીબી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

આ મામલે જવાબદારી નક્કી કરીને અનેક વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારે તબીબ વિનોદ ગૌતમને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે તબીબ કેરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તબીબ અમિત પરમાર અને સમીર શાહને તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, કોન્ટ્રાક્ટ પ્રોફેસર પિનાકીન વોરાની સેવા પણ સમાપ્ત કરવામાં આવી છે.

સરકાર દ્વારા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. નવા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ નિર્દેશો આપવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે સરકાર રેગિંગ જેવા ગુનાઓ પ્રત્યે અત્યંત ગંભીર છે અને આવા કૃત્યો કરનારાઓ સામે સખત પગલાં લેવા પ્રતિબદ્ધ છે.

અમદાવાદમાં આ 147 વિસ્તારોમાં હવે પાણી ભરાશે ભરાશે અને ભરાશે જ ! AMC એ જાહેર કર્યું લિસ્ટ

Follow Us
Loading...
Unable to load recommendations.