આદિવાસી રાઠવા જાતિના દાખલા મુદ્દે ચાલતા વિવાદનો સુખદ અંત, સુખરામ રાઠવા પણ ખુશીમાં DJ ના તાલે ઝુમ્યા, જુઓ VIDEO

|

Aug 06, 2022 | 9:30 AM

રાઠવા જાતિના દાખલા મુદ્દે સરકારે (gujarat govt) રાઠવા, રાઠવા કોળી અને કોળી રાઠવા તમામને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો છે.

છોટાઉદેપુરમાં (Chhota Udepur) આદિવાસી રાઠવા જાતિના (Rathwa Caste)દાખલા મુદ્દે લાંબા સમયથી ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. રાઠવા જાતિના દાખલા મુદ્દે સરકારે (gujarat govt) રાઠવા, રાઠવા કોળી અને કોળી રાઠવા તમામને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર અપાશે. લાંબા સમયથી ચાલતા આંદોલનની જીત થતાં સમાજના લોકોએ ફટાકડા ફોડી ડિજેનાં તાલે ઉજવણી કરી હતી. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા (Sukhram Rathwa) પણ ડીજેના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, જાતિના દાખલા મુદ્દે છોટાઉદેપુરમાં તમામ પક્ષે ભેગા મળી લડત ચલાવી હતી.

રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગે ઉભા થયા હતા સવાલો

છોટાઉદેપુર જિલ્લો (Chhota Udepur District)એ આદિવાસી જિલ્લો છે અને તેમાં સૌથી વધુ રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે તેમજ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકી બે ધારાસભ્યો પણ રાઠવા જ છે. જેથી સમજી શકાય છે કે, અહીં રાઠવા જાતિનું કેટલું પ્રભુત્વ છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી રાઠવા જાતિ ઉપર આદિવાસી હોવા અંગે સવાલો ઉભા થયા હતા. પાછલા વર્ષોમાં ધરણાં પ્રદર્શન, રસ્તા રોકો આંદોલન સહિત, અનેક અહિંસક તેમજ હિંસક આંદોલનો થયા છે. આ મામલો કોર્ટમાં સુધી પણ પહોંચ્યો હતો.જો કે હવે આદિવાસી રાઠવા જાતિના દાખલા મુદ્દે ચાલતા વિવાદનો (Controversy) આખરે  સુખદ અંત આવ્યો છે.

Published On - 9:21 am, Sat, 6 August 22

Next Video