Gujarat Election: કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ગુજરાત મુલાકાતે, રાજકોટમાં વિવિધ બેઠક સાથે કરશે પ્રવાસની શરુઆત

|

Oct 16, 2022 | 1:40 PM

રાજકોટમાં (Rajkot) બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

વિધાનસભા ચૂંટણીને (Assembly elections) થોડા જ દિવસો બાકી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષો જોરશોરથી પોતાના પક્ષના પ્રચારમાં લાગી છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચની (Central Election Commission) ટીમ આજે તમામ કામોને આખરી ઓપ આપવા આજે ગુજરાત પ્રવાસે છે. રાજકોટથી (Rajkot) તેમના ગુજરાત પ્રવાસની શરુઆત થવાની છે. રાજકોટમાં બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

રાજકોટમાં જે છથી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે તેમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહેવાના છે.આ બેઠકમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેટલો સ્ટાફ રહેશે, સંવેદનશીલ મલદાન મથકો, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇવીએમ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીને લઇને જે પણ કામગીરી રહેશે તે તમામની સમીક્ષા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા કરવામાં આવશે.

આવતીકાલે સુરતની મુલાકાત લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહી છે. ત્યારે રાજકોટ બાદ આવતીકાલે સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે.. અને સમીક્ષા કર્યા બાદ દિલ્લી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે તેવી સંભાવના છે.

Next Video