વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભંગાણના એંધાણ ! વરિષ્ઠ નેતા નરેશ રાવલ પાર્ટીમાંથી આપી શકે છે રાજીનામુ

|

Aug 03, 2022 | 8:24 AM

ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે, કારણ કે વધુ એક વાર પાર્ટીમાં (Congress Party) ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAP એ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે જેવી જોવા મળી રહી છે, કારણ કે ચૂંટણી પહેલા વધુ એક વાર પાર્ટીમાં (Congress Party) ભંગાણના એંધાણ વર્તાય રહ્યા છે.

કોંગ્રસના અગ્ર હરોળના નેતા પાર્ટીમાંથી છેડો ફાડશે

કોંગ્રસના અગ્ર હરોળના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય  મંત્રી નરેશ રાવલ (naresh raval) કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે. પક્ષમાં અવગણનાને કારણે હાલ નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ 2-3 દિવસમાં નરેશ રાવલ પાર્ટી માંથી રાજીનામુ આપી શકે છે. આ સાથે એવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે કે આગામી સમયમાં તેઓ ભાજપમા જોડાશે. તો એવી પણ માહિતી મળી રહી છે કે નરેશ રાવલ સાથે અન્ય એક રાજ્યસભાના (Rajyasabha) પૂર્વ સાંસદ પણ પાર્ટી છોડી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat election 222) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.

Published On - 7:20 am, Wed, 3 August 22

Next Video