Gujarat Election 2022 : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈન્દ્રનીલ રાજ્યગુરુના આરોપોને ફગાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય આક્ષેપબાજી તેજ થઈ છે. જેમાં એક તરફ કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર પંજાબના નાણાં ગુજરાતમાં વાપરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસના ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આક્ષેપને ફગાવ્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય આક્ષેપબાજી તેજ થઈ છે. જેમાં એક તરફ કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર પંજાબના નાણાં ગુજરાતમાં વાપરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસના ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આક્ષેપને ફગાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂને CMના ઉમેદવાર બનવું હતું…પણ ઇસુદાનનું નામ જાહેર થતાં આમ આદમી પાર્ટી છોડી દીધી. રાજકોટની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ લગાવેલા આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ઇન્દ્રનીલ ખોટી વાતો કરી રહ્યાં છે.જો તેમને આમ આદમી પાર્ટીથી વાંધો હતો તો કેમ જોડાયા હતા..સાથે જ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર થતાં ઇન્દ્રનીલે AAP છોડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, AAPમાંથી કોંગ્રેસમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસીને લઇ આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે..ત્યારે અરવિંદ કેજરીવાલના આરોપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વળતો જવાબ આપ્યો…ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ પદનો ચહેરો 6 મહિનાથી નક્કી હતો…પણ ગુજરાતમાં સેન્સના નામે ખોટા નાટક કરવામાં આવ્યાં…કેજરીવાલની એવી ઇચ્છા નોહતી કે સાચુ અને લોકોનું ભલું કરે તેવો માણસ આવે…કેજરીવાલ તેમના જેવા જ ખોટા માણસને લાવવા માગતા હતા.
તો આમ આદમી પાર્ટીમાંથી 15 લોકોને ટિકિટ ન મળવા અંગે પણ ઇન્દ્રનીલે આરોપ લગાવ્યાં અને કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે…કમલમમાંથી કોને ટિકિટ આપવી તે નક્કી કરવામાં આવ્યું છે.
