Gujarat Election 2022: કિર્તીદાન ગઢવી મતદાનથી વંચિત રહી જતા થઈ ગયા ગુસ્સે, જાણો મતદાન કેન્દ્ર પર શું થયું?

|

Dec 01, 2022 | 3:38 PM

કિર્તીદાન ગઢવી (Kirtidan gadhvi) રાજ્યના મતદાન જાગૃતિ અંગેના  કેમ્પ્ઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે છતાં તેમણે  મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી  અને 40થી 45 મિનિટ સુધી રાહ જોયા બાદ  તેમણે  રાજકોટમાં માધાપરની શાળા  ખાતે મતદાન કર્યું હતું.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  રાજકોટ ખાતે  જાણીતા લોકગાયક  કિર્તીદાન ગઢવી પોતાનો વોટ આપી શકયા નહોતા.  કારણ કે તેમની પાસે હાર્ડ કોપીમાં આઇડી પ્રૂફ ન હતું. આથી કિર્તીદાન ગઢવીએ ચૂંટણીપંચની નિંદા કરીહતી અને જણાવ્યું હતું કે  ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મોબાઇલમાં સોફ્ટકોપી માન્ય રહી નથી.  આથી  ઘટનાને પગલે કિર્તીદાન ગઢવીએ ચૂંટણી પંચને રજૂઆતપણ કરી હતી. નોંધનીય છે કે  કિર્તીદાન ગઢવી મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર છે. કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે  જો આમ ચાલશે  તો ડિજિટલ ઇન્ડિયા નું કેમ્પેઇન  ક્યારેય  સફળ નહીં થાય. નોંધનીય છે કે કિર્તીદાન ગઢવી રાજ્યના મતદાન જાગૃતિ અંગેના  કેમ્પ્ઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે છતાં તેમણે  મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી  અને 40થી 45 મિનિટ સુધી રાહ જોયા બાદ  તેમણે  રાજકોટમાં માધાપરની શાળા  ખાતે મતદાન કર્યું હતું.

ગુજરાતમાં  યોજાયું છે પ્રથમ તબક્કાનું મતદાન

ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા  કરવામાં આવી છે.  મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે.

Published On - 3:37 pm, Thu, 1 December 22

Next Video