Gujarat Election 2022 : સોમવારે 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાશે મતદાન, 833 ઉમેદવારો મેદાને

|

Dec 03, 2022 | 11:34 PM

Gujarat Election 2022: સોમવારે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. જેમા 833 ઉમેદવારો મેદાને છે. બીજા તબક્કાના આ મતદાન દરમિયાન 2 કરોડ 51 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો પ્રયોગ કરશએ. ત્યારબાદ 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 5મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે. ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે..સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ દ્વારા નિરીક્ષણ કરાશે.

મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન

મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.સોમવારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. હાલ ચૂંટણી અધિકારીઓ અંતિમ તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે ઉમેદવારો હજુ પણ ડોર ટુ પ્રચાર કરી શકશે. સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ સૌની નજર 8 ડિસેમ્બરના ચૂંટણી પરિણામો પર ટકેલી છે. જેમા જનતા કોના પર મહોર મારી છે અને સીલબંધ EVMમાંથી શું નીકળશે તેના પર રાજકીય પક્ષોા ઉમેદવારોનુ ભાવિ નક્કી થશે.

Next Video