Gujarat Election 2022 : ગીર સોમનાથમાં કોંગ્રેસના બે નેતાઓએ આપ્યા રાજીનામા

|

Nov 13, 2022 | 9:51 PM

ગીર સોમનાથ જિલ્લામાં પણ કોંગ્રેસમાં ભારે અસંતોષ ઉભો થયો છે..જેમાં ગઈકાલે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં કોડીનાર સ્થાનિક કોંગ્રેસના નેતાઓના મતે તેમને વિશ્વાસમાં લીધા વગર મહેશ મકવાણા નામના વ્યક્તિનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા કોંગ્રેસથી નારાજ સીટિંગ ધારાસભ્ય મોહનવાળા અને કોંગ્રેસના વર્ષોથી લોકપ્રિય નેતા ધીરસીંહભાઇ બારડે રાજીનામાં આપ્યા છે.

ગુજરાતની ગીર સોમનાથ જિલ્લામાં પણ કોંગ્રેસમાં ભારે અસંતોષ ઉભો થયો છે..જેમાં ગઈકાલે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં કોડીનાર સ્થાનિક કોંગ્રેસના નેતાઓના મતે તેમને વિશ્વાસમાં લીધા વગર મહેશ મકવાણા નામના વ્યક્તિનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા કોંગ્રેસથી નારાજ સીટિંગ ધારાસભ્ય મોહનવાળા અને કોંગ્રેસના વર્ષોથી લોકપ્રિય નેતા ધીરસીંહભાઇ બારડે બંનેએ સંખ્યાબંધ ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષને અલવિદા કરવાનો નિર્ણય કરતા કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે જેવો માહોલ રચાયો છે.

કોડીનાર કોંગ્રેસની પૂર્ણાહુતી થાય એમ કહી શકાય..બે દિગ્ગજ નેતાઓએ રાજીનામાની જાહેરાત કરતા કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે..કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિહ બારડ અને સિટિંગ ધારાસભ્ય મોહનભાઈ વાળાએ રાજીનામાની જાહેરાત કરી છે..ધીરસિહ બારડના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ મીડિયા સાથે વાત કરી જાહેરાત કરી હતી.

જ્યારે ભાજપમાંથી ગીર સોમનાથ બેઠક પર જશા બારડનું પત્તુ કપાયું કપાયું છે અને ભાજપ દ્વારા આ બેઠક પર માનસિંહને ટિકીટ ફાળવવામાં આવી છે. તો તાલાલા-91 બેઠક પર ભગા બારડને ટિકીટ આપવામાં આવી છે

Next Video