Gujarat Election 2022 : પોરબંદરમા મતદાનની તૈયારીઓ અંતિમ તબક્કામા, 255 મતદાન મથકો પર થશે વોટિંગ

|

Nov 30, 2022 | 9:32 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે...પોરબંદરની વિધાનસભા બેઠક પર આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે..પોરબંદરના 255 મતદાન મથકો પર 2 લાખ 64 હજાર 355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે...જેને લઇ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.પોરબંદરની વિધાનસભા બેઠક પર આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે..પોરબંદરના 255 મતદાન મથકો પર 2 લાખ 64 હજાર 355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેને લઇ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે..પ્રાંત અધિકારીએ જણાવ્યું કે પોરબંદરના 255 મતદાન મથકો પર 270 પોલોગ સ્ટાફ મુકવામાં આવ્યાં છે..તમામ પ્રકારની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.કુલ 1500 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યાં છે..પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીન સાથે બસ રૂટ પર નીકળશે.કોઇ ગેરરીતિ ન થાય તે માટે બસમાં GPS સિસ્ટમ ગોઠવવામાં આવી છે..સાથે જ કહ્યું કેબસ પર રૂટ સુપરવાયઝરને મોબાઈલ એપથી ટ્રેક કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠક પર કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

Next Video