Gujarat Election 2022 : હિંમતનગરમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

|

Dec 04, 2022 | 5:10 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર ઈવીએમ રવાના કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠામાં અંતિમ તબક્કાના મતદાન માટે ચૂંટણી તંત્રની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં 1300થી વધુ મતદાન મથકો સજ્જ છે.

જેમાંથી 650થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 24 સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ કલેકટરે મતદાન કેન્દ્રમાં ચૂંટણી પંચના નિયમોને અનુસરવા લોકોને અપીલ કરી છે.

મતદાન માટે આ પુરાવા માન્ય ગણાશે

  • આધારકાર્ડ
  • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
  • બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,
  • શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ,
  • ડ્રાઇવિંગ લાઇસન્સ,
  • પાનકાર્ડ,
  • એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ
  • ભારતીય પાસપોર્ટ,
  • ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ,
  • કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો,
  • સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
  • Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર

 

Published On - 5:08 pm, Sun, 4 December 22

Next Video