Gujarat Election 2022 : શંકરસિંહ વાઘેલાની પુનઃ કોંગ્રેસમાં જોડાવવાની શકયતા

Gujarat Election 2022 : શંકરસિંહ વાઘેલાની પુનઃ કોંગ્રેસમાં જોડાવવાની શકયતા

| Edited By: | Updated on: Nov 10, 2022 | 10:26 PM

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસમાં જોડાઇ તેવી શકયતા છે. જેમાં 12 નવેમ્બરે કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઓ જોવા મળી છે.

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસમાં જોડાઇ તેવી શકયતા છે. જેમાં 12 નવેમ્બરે કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઓ જોવા મળી છે. જેમાં મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલા તેમના કાર્યકરોને ફોન કરવાનુ શરૂ કર્યું છે. તેમજ 12 નવેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શંકરસિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શકયતા છે.