Gujarat Election 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાન માટે નીતિન પટેલે આપ્યું આ નિવેદન

|

Dec 02, 2022 | 5:00 PM

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાન માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લગ્નસરાની સિઝનને જવાબદાર ગણાવી છે. મહેસાણાના કડીમાં હાજર રહેલા નીતિન પટેલે પ્રથમ તબક્કાના ઓછા મતદાન અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે અત્યારે હાલ રાજ્યમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે..જેને કારણે લોકો લગ્નમાં વ્યસ્ત છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ઓછા મતદાન માટે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લગ્નસરાની સિઝનને જવાબદાર ગણાવી છે. મહેસાણાના કડીમાં હાજર રહેલા નીતિન પટેલે પ્રથમ તબક્કાના ઓછા મતદાન અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે અત્યારે હાલ રાજ્યમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે..જેને કારણે લોકો લગ્નમાં વ્યસ્ત છે..વ્યસ્તતાને કારણે લોકો મતદાન મથક સુધી ન પહોંચી શક્યા જેને કારણે ઓછું મતદાન થયું…એટલું જ નહીં ખેડૂતો માટે પણ અત્યારે શિયાળું ખેતીની સિઝન ચાલી રહી છે..ખેડૂતો પોતાના કામમાં હોવાથી અસર પડી..તો સાથે જ કહ્યું કે ઓછા મતદાનથી ભાજપને કોઇ નુકશાન નહીં થાય.

નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલને ઉતાર્યા છે ચૂંટણી જંગમાં

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મહેસાણા શહેર એકમના પ્રમુખ મૂકેશ પટેલને બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નીતિન પટેલના સમર્થક ગણાતા મૂકેશ પટેલ તેમના ભાષણોમાં નીતિન પટેલને મહેસાણાના વિકાસ પુરુષ અને પોતાને તેમના પ્રતિનિધિ ગણાવે છે. વર્ષ  2017ની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા 66 વર્ષીય નીતિન પટેલ મહેસાણા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા.

આ જિલ્લો ત્યારે પાટીદાર આંદોલનનું કેન્દ્ર હતો. આંદોલનને કારણે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભાજપને ભારે નુકસાન થયું હતું, પરંતુ પક્ષ અહીં સાતમાંથી પાંચ બેઠકો જીતીને નીતિન પટેલ તેમના ઘરમાં મજબૂત સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. નીતિન પટેલને એક સમયે રાજ્યની ભાજપ સરકારમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી બીજા ક્રમે ગણવામાં આવતા હતા .  તો   વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

Next Video