Gujarat Election 2022: સુરત કોંગ્રેસ ચૂંટણી ફંડને લઈને નવો વિવાદ, 10થી15 ટકા રકમ ઓછી નીકળવાની ફરિયાદ

|

Nov 25, 2022 | 6:24 PM

Gujarat Election 2022: સુરત કોંગ્રેસમાં ચૂંટણી ફંડને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમા ચૂંટણી ફંડની રકમ ઓછી નીકળી હોવાનો આરોપ સુરત કોંગ્રેસના ચાર ઉમેદવારે કરી છે. વાઉચર પર સહી કરાવી લઈ રકમ ઓછી આપી હોવાની ફરિયાદ સુરત કોંગ્રેસના ચાર ઉમેદવારે કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને અપાયેલા ચૂંટણી ફંડનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ચૂંટણી ફંડમાં 10થી 15 ટકા રકમ ઓછી નીકળી હોવાનો આરોપ છે. સુરત કોંગ્રેસના ચાર ઉમેદવારે ફરિયાદ કરી હતી. જેમા ચૂંટણી ફંડના વાઉચરમાં સહી કરાવી, પરંતુ રકમ ઓછી આપી હોવાની ફરિયાદ સામે આવી છે. સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ પણ જણાવ્યુ છે કે ચૂંટણી ફંડ અંગેની ફરિયાદ મળી હોવાનું જણાવ્યુ છે. ફરિયાદ મુદ્દે હાઈકમાન્ડને પણ જાણ કરી છે.

પાર્ટી ફંડ ઓછુ આવવા અંગે હાઈકમાન્ડની કરી છે જાણ- હસમુખ દેસાઈ, સુરત કોંગ્રેસ પ્રમુખ

વધુમાં સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યુ કે પાર્ટી ફંડ બેંક ખાતામાં આવતુ હોય. એટલે કટકી કે ભ્રષ્ટાચારની કોઈ વાત ન હોય. પરંતુ એ કે ઉમેદવારે ધ્યાન દોર્યુ કે ચૂંટણી ફંડના પૈસા ઓછા નીકળ્યા છે. એટલે આ અંગે ધ્યાન દોરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે બેંકમાં લેવા ગયા હોય ત્યારે એકાદ બે નોટ આમ તેમ નીકળે છે તો બેંકના અધિકારીઓ પણ ફરી ગણી દે છે અને કરી દે છે એટલે એ કોઈ મુદ્દો નથી. જો કે આ અંગે હાઈકમાન્ડને જાણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્ચુ.

તમામ પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર

હાલ સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે. જેમાં કુમાર કાનાણી, હર્ષ સંઘવી, આપમાંથી અલ્પેશ કથિરિયા, ગોપાલ ઈટાલિયા સહિતના મેદાને છે અને તમામ પાર્ટીઓ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video