Gujarat Election 2022 : સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ લોથલનું મહત્ત્વ વધારાશે : પીએમ મોદી

|

Nov 24, 2022 | 7:25 PM

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીને રાજકીય પક્ષો પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. જેમાં પીએમ મોદીએ આજે અમદાવાદ જિલ્લાના બાવળામાં જાહેરસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ લોથલનું મહત્ત્વ વધારાશે. લોથલના વિકાસનો રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ખાડાઓ જ ખોદવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીને રાજકીય પક્ષો પ્રચાર અભિયાનમાં વ્યસ્ત છે. જેમાં પીએમ મોદીએ આજે અમદાવાદ જિલ્લાના બાવળામાં જાહેરસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ લોથલનું મહત્ત્વ વધારાશે. લોથલના વિકાસનો રોડમેપ તૈયાર કરી લેવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ખાડાઓ જ ખોદવામાં આવ્યા હતા. જેમાં લોથલમાં 3100 કરોડના ખર્ચે ભવ્ય મેરીટાઈમ મ્યૂઝિયમ બનાવવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. ધોલેરા હિંદુસ્તાનનું સૌથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે

ઉલ્લેખનીય છે કે, લોથલમાં રસ્તા, હોટલ જેવી માળખાગત સુવિધા બનતા જ રોજી-રોટીની વિપુલ તક ઉપલબ્ધ થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ હવે અમદાવાદ પાસેની ઐતિહાસિક ધરોહર લોથલ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષશે . જેમાં ભારતની 5 હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિક છે. જ્યાં હજારો વર્ષો પૂર્વે આયોજનબદ્ધ નગર હતું..વિશાળ મકાન, પહોળા રસ્તા, બજાર અને ગટર વ્યવસ્થા હતી. સોનાના ઘરેણાં પહેરતા પ્રગતિશીલ લોકોનો વસવાટ હતો. લોથલ બંદરનો વિશ્વના 85 દેશો સાથે વ્યાપારિક સંબંધ હતા

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું  હતું  કે, મહાત્મા ગાંધી એવું કહેતા હતા કે, “ભારતનો આત્મા ગામડાંમાં વસે છે.” પણ આ કોંગ્રેસવાળા ગાંધીજીને તો બધી જ રીતે ભૂલી ગયા, એમણે તો આ આત્માને જ કચડી નાંખ્યો. ગામડાંનો સંતુલિત વિકાસ એ આપણો નિરંતર પ્રયાસ રહ્યો છે.

20 પહેલાં અમદાવાદ જિલ્લામાં ફક્ત એક યુનિવર્સિટી હતી આજે અમદાવાદ જિલ્લામાં 23 યુનિવર્સિટીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશભરમાં પાકાં ઘર બનાવવાનું અભિયાન ચલાવ્યું અને માતાઓના નામે એની રજિસ્ટ્રી કરીને આ પંથકમાં દોઢ લાખ ઘર બનાવ્યા છે. 20 વર્ષ પહેલા સવા બે લાખ ઘરમાં વીજળીનું કનેક્શન હતું, અમે આવીને લગભગ 5 લાખ કરતા વધુ ઘરોમાં પહોચાડ્યું.

રિક્ષામાં કોથળામાં રુપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘરે આવે એ બદલાવ આ પટ્ટામાં આવ્યો.દેશની અર્થવ્યવસ્થા વર્ષ 2014 માં 10 મા નંબર પર હતી એ આજે 5 મા નંબર પર પહોંચી જતાં આખા દેશમાં ચમકારો થઈ ગયો.

Published On - 7:23 pm, Thu, 24 November 22

Next Video