Gujarat Election 2022 : જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું

Gujarat Election 2022 : જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું

| Edited By: | Updated on: Nov 27, 2022 | 7:41 PM

ગુજરાતની પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસ હાજર રહ્યાં. જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીટિંગ ઘારાસભ્ય ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પર આકરા પ્રહાર કર્યા અને ચંદનજી ઠાકોરને જંગી બહુમતિથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી

ગુજરાતની પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસ હાજર રહ્યાં. જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીટિંગ ઘારાસભ્ય ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પર આકરા પ્રહાર કર્યા અને ચંદનજી ઠાકોરને જંગી બહુમતિથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી. જયનારાયણ વ્યાસે  સભામાં જણાવ્યું હતું કે હું  ચંદનજી ભાઇની સાથે છું અને આવતી કાલથી વધારે સાથે હોઇશ . તેમજ સારું કરવું છે એટલે  સાથે આવ્યો છું.

આ પૂર્વે  જયનારાયણ વ્યાસે ભાજપ પર પ્રહાર કર્યા હતા.જયનારાયણ વ્યાસે પ્રહાર કરતા કહ્યું હતું કે, 27 વર્ષથી ભાજપની સત્તા છે લોકો ભાજપથી કંટાળી ગયા છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતા રાજકીય માહોલ ગરમાયો છે… ત્યારે આ મામલે ભાજપના નેતા ડૉ અનિલ પટેલે મહત્વની પ્રક્રિયા આપી છે.. અનિલ પટેલે કહ્યું કે, તેઓએ ભાજપ છોડી દીધું છે.. લોકશાહીમાં દરેક વ્યક્તિ કોઈપણ માટે પ્રચાર કરવાની છૂટ છે.. પરંતુ તેમના પ્રચારથી સિદ્ધપુર બેઠક પર ભાજપને કોઈ અસર નહીં થાય… અમે સિદ્ધપુર બેઠક મોટી લીડથી જીતીશું

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપને ઉત્તર ગુજરાતમાં ફટકો પડ્યો હતો.ભાજપના સિનિયર નેતા જય નારાયણ વ્યાસે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા.થોડા દિવસ અગાઉ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેઓ ભાજપ છોડી શકે છે

Published on: Nov 27, 2022 06:14 PM