Gujarat Election 2022: શિસ્તના મુદ્દે ગુજરાત કોંગ્રેસ આકરા પાણીએ, ગેર શિસ્ત માટે 12 કાર્યકર સસ્પેન્ડ

|

Nov 19, 2022 | 11:39 AM

ગેરશિસ્ત દાખવવાના  મુદ્દે કોંગ્રેસે (Congress) લાલ આંખ કરી છે  તેમજ  દેહગામના પૂર્વ MLA કામિનીબાનો ઓડીયો વાયરલ થવાના કિસ્સામાં પણ  કોંગ્રેસ દ્વારા આકરા પગલાં  લેવામાં આવશે. કામિનીબાએ  તેમના વાયરલ ઓડીયોમાં કોંગ્રેસમાં ટિકિટ વેચાતી હોવાનો કર્યો હતો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:   કોંગ્રેસ શિસ્તના મુદ્દે  આકરા પગલાં લીધાં છે   અને આ જ મુદ્દે ગુજરાત કોંગ્રેસ હવે આકરા પાણીએ છે.    કેટલાક કાર્યકરોએ નારાજ થઇને  કોંગ્રેસ કાર્યાલયમાં  તોડફોડ  કરી હતી.  તેથી આ મુદ્દે  ગેરશિસ્ત દાખવવા અંગે કોંગ્રેસે લાલ આંખ કરી છે અને 12 કાર્યકર્તાને સસ્પેન્ડ કરી દીદા હતા. તો બીજી તરફ   દેહગામના પૂર્વ MLA કામિનીબાનો ઓડીયો વાયરલ થવાના કિસ્સામાં પણ  કોંગ્રેસ દ્વારા આકરા પગલાં  લેવામાં આવશે. નોંધનીય છે કે   કામિનીબાએ  તેમના વાયરલ ઓડીયોમાં કોંગ્રેસમાં ટિકિટ વેચાતી હોવાનો કર્યો હતો આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી  નજીક આવતાની સાથે જ  આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ આવી હોય તેવી સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ ઉભી થઇ છે.તેમજ પોતાના ગમતાં ઉમેદવારોને ટિકીટન  મળતા ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકર્તાઓમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.  આવા મુદ્દે જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાર્યાલયમાં  તોડફોડ કરી હતી અને તે અંગે કોંગ્રસ પક્ષ  દ્વારા શિસ્તના ધારાધોરણેને ધ્યાનમાં રાખતા પગલાં લેવામાં આવ્યા હતા.

Gujarat Election 2022:  રાહુલ ગાંધી કરશે ગુજરાતમાં પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ જેના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે રાજકોટ પશ્ચિમ બેઠક જેના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠક જેના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠક જેના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.

Published On - 9:55 am, Sat, 19 November 22

Next Video