Gujarat Election 2022: વડોદરા થી દાહોદને જોડતો એન્જિનિયરિંગ કોરીડોર બનશે : પીએમ મોદી

|

Nov 23, 2022 | 6:28 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં પ્રચાર કરી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના સહારે ફરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો  હતો.  સાથે જ વડોદરાના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું છે.  વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના  વડોદરામાં પ્રચાર કરી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના સહારે ફરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો  હતો.  સાથે જ વડોદરાના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું છે.  વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે. વડોદરામાં 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનબંધ કંપનીઓ છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. તેમણે કહ્યું કે વડોદરામાં સાઇકલ બને છે, બાઇક પણ બને છે, રેલવે બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે.વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ એમ તમામને જોડતો હાઇટેક એન્જિયરિંગ કોરીડોર પણ નિર્માણ પામી રહ્યો છે.

ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે

વડોદરાથી પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ વિકસિત ગુજરાત નરેન્દ્ર પણ નહીં બનાવે, ભૂપેન્દ્ર પણ નહીં બનાવે. આ ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે, ગુજરાતના કોટિ-કોટિ નાગરિકો વિશ્વના સમૃદ્ધ દેશના જેટલા પણ માપદંડ હોય એ બધા જ માપદંડમાં ગુજરાત પણ પાછળ ના હોય એવું વિકસિત ગુજરાત બનવું જોઈએ. તમે મને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સૌંપ્યું છે અને હું એક સેવાદાર તરીકે કામ કરું છું. આ વખતે નરેન્દ્ર-ભૂપેન્દ્ર બધાં રેકોર્ડ તોડવાના છે. આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે. ગુજરાતમાં માતા-બહેનો માટે સુરક્ષિત વાતાવરણ છે. કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં ભયનું વાતાવરણ હતું. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદને જોડતો એન્જિનિયરિંગ કોરીડોર બનશે. 8 વર્ષ પહેલા અર્થવ્યવસ્થા દસમા નંબરે હતી, આજે પાંચમાં નંબરે છે.

Next Video