Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઝોન તથા 32 લોકસભા ઓબ્ઝર્વરની કરી નિમણૂંક

| Edited By: | Updated on: Nov 14, 2022 | 2:55 PM

ઝોન અને લોકસભા ઓબ્ઝર્વરને (*Lok Sabha Observer) ચૂંટણીની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વરની મુખ્ય જવાબદારી ડેમેજ કંટ્રોલ અને ચૂંટણી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરને જવાબદારી નિભાવવી પડશે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   વિધાનસભા  2022ની ચૂંટણી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂંક કરી છે.  5 ઝોન ઓબ્ઝર્વર અને 32 લોકસભા ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. દક્ષિણમાં મુકુલ વાસનિક અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોહન પ્રકાશની પસંદગી થઈ તો મધ્ય ઝોનમાં પૃથ્વીરાજ ચૌહાણને ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જયારે ઉત્તર ઝોનમાં બી કે હરિપ્રસાદ નિમાયા છે. ઝોન અને લોકસભા ઓબ્ઝર્વરને ચૂંટણીની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વરની મુખ્ય જવાબદારી ડેમેજ કંટ્રોલ અને ચૂંટણી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરને જવાબદારી નિભાવવી પડશે.

ગુજરાત ઇલેક્શન 2022: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની કરી નિમણૂંક

  1. 5 ઝોન ઓબ્ઝર્વર અને 32 લોકસભા ઓબ્ઝર્વરની નિમણૂક
  2. મુકુલ વાસનિકની દક્ષિણ ઝોન ઓબ્ઝર્વર તરીકે નિમણૂક
  3. સૌરાષ્ટ્ર ઝોનમાં મોહન પ્રકાશને જવાબદારી
  4. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને વડોદરામાં  જવાબદારી
  5. બી. કે. હરિપ્રસાદને ઉત્તર ઝોનની જવાબદારી
  6. કે. એચ. મુનિયપ્પને પણ ઓબ્ઝર્વર પદે નિમાયા

ગુજરાત ઇલેક્શન 2022 : રાહુલ ગાંધી આવશે ગુજરાત

રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે. ભારત જોડો યાત્રાના વિરામ દરમિયાન રાહુલ ગુજરાતની મુલાકાત લેશે. 12 નવેમ્બરના રોજ યોજાનારી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ભાજપ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ ચૂંટણીમાં પાર્ટી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને પ્રચાર માટે રાજ્ય પહોંચવાની પણ માંગ કરી હતી, પરંતુ આ દરમિયાન પણ તેમણે પોતાની કૂચ ચાલુ રાખી હતી. હિમાચલમાં ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Published on: Nov 14, 2022 02:54 PM