Gujarat Election 2022 : પીએમ મોદીના રોડ શોને લઇને કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર, કહ્યું હારના ડરના કારણે રોડ શો કરવો પડયો

|

Dec 02, 2022 | 4:08 PM

પીએમ મોદીએ અમદાવાદમાં 32 કિલોમીટરનો 14 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતો રોડ શો કર્યો હતો. જેના પગલે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું ચૂંટણીમાં હારના ડરના કારણે વડાપ્રધાન મોદીને અમદાવાદમાં રોડ શો કરવા પડે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ અંતર્ગત ગુરુવારે પીએમ મોદીએ અમદાવાદમાં 32 કિલોમીટરનો 14 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થતો રોડ શો કર્યો હતો. જેના પગલે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે કહ્યું ચૂંટણીમાં હારના ડરના કારણે વડાપ્રધાન મોદીને અમદાવાદમાં રોડ શો કરવા પડે છે.પ્રથમ તબક્કામાં આદિવાસી વિસ્તારમાં ઉંચું મતદાન થયું છે.જેથી ભાજપના સૂપડા સાફ થઈ જશે..શહેરી વિસ્તારમાં જયાં કોંગ્રેસ નબળું છે..ત્યાં અમારા તરફી મતદાન થયું છે.વધુમાં કહ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ ઉમેદવારો હારી રહ્યા છે.અને પ્રથમ તબક્કામાં ભાજપના બાગી નેતાઓએ દિલ ખોલી કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું છે.

નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું

ગુજરાતમા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાના મતદાન માટે ભાજપ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં પીએમ મોદીએ ગુરુવારે  અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો. મોદીએ મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું.

Published On - 4:07 pm, Fri, 2 December 22

Next Video