Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનો દાવો, ભાજપ સૌથી વધુ બેઠકો જીતી બનાવશે રેકોર્ડ, કોંગ્રેસ સૌથી ઓછી બેઠકોનો બનાવશે રેકોર્ડ

|

Nov 25, 2022 | 12:05 AM

Gujarat Election 2022: અમદાવાદમાં પ્રચાર માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ છે કે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટી રેકોર્ડ તોડશે. જેમા ભાજપ સૌથી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવશે જ્યારે કોંગ્રેસ સૌથી ઓછી બેઠકોનો રેકોર્ડ બનાવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે આ ચૂંટણીમાં  ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી રેકોર્ડ તોડશે. ભાજપ અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતીને અને કોંગ્રેસ અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મેળવીને. આ નિવેદન આપ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ. અમદાવાદમાં પ્રચાર માટે આવેલા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે PMની વ્યાખ્યા સમજાવતા કહ્યું કે P એટલે પરસેવો અને M એટલે મહેનત. પીએમ મોદી દેશના વિકાસ માટે સખત પરિશ્રમ કરી પરસેવો પાડી પાડી રહ્યા છે. ગુજરાતમાં ભાજપની જીત માટે સખત મહેનત કરી રહ્યા છે.

સંબિત પાત્રાનો રાહુલ ગાંધી પર પ્રહાર

સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો કે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતમાં ફક્ત એક-બે સભા કરીને જતા રહ્યા. કોંગ્રેસ પર નિશાન સાંધતા સંબિત પાત્રાએ કહ્યું કે જે પાર્ટીના નેતા મહેનત નથી કરતા તેમને હારનો જ સામનો કરવો પડે છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાતમાં આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:57 pm, Thu, 24 November 22

Next Video