Gujarat Election 2022 : ગુજરાતના ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું : અમિત શાહ

|

Nov 26, 2022 | 6:35 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુધામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુધામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.

અમિત શાહે આજે સૌરાષ્ટ્રમાં કુલ 2 સભાઓ કરી હતી એક તેઓએ અમરેલીના જાફરાબાદમાં કરી હતી અને બીજી તેઓએ ભાવનગરના તળાજામાં કરી હતી. અહિં તેઓએ પ્રચારની સાથે સાથે હંમેશાની જેમ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો અને કોંગ્રેસના રાજમાં દુષ્કાળ પડતો હતો અને તેઓએ કટાક્ષમાં ત્યાં સુધી લોકોને કહ્યુ કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજ્યમાં વરસાદ પણ પડતો નહોતો

તેઓએ અમરેલીમાં મેધા પાટકર મામલે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને આડે હાથે લીધા અને વડાપ્રધાન મોદીના લીધે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી પહોંચ્યુ.

 

Published On - 6:28 pm, Sat, 26 November 22

Next Video