Gujarat Election 2022 : વડોદરા કોંગ્રસને મોટો આંચકો, 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

|

Nov 21, 2022 | 11:54 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમા 10 દિવસ પૂર્વે વડોદરા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જેમાં 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. જેમાં શૈલેષ મહેતા પ્રચારમાં નિકળ્યા ત્યાં કેસરિયો ધારણ કર્યો હતો. જ્યારે ડભોઇ કોંગ્રેસમાં એક બાદ એક મોટા ઝટકા લાગ્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમા 10 દિવસ પૂર્વે વડોદરા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જેમાં 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. જેમાં શૈલેષ મહેતા પ્રચારમાં નિકળ્યા ત્યાં કેસરિયો ધારણ કર્યો હતો. જ્યારે ડભોઇ કોંગ્રેસમાં એક બાદ એક મોટા ઝટકા લાગ્યા છે. જ્યારે ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. તેમજ સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે ભગવો ધારણ કર્યો છે.

જેમાં બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરિયો ધારણ કર્યો છે. જેમાં શૈલેષ મહેતાએ મેધા પાટકર સામે પ્રતિક્રિયા આપી હતી. મેધા પાટકર આદિવાસી સમાજને ગેર માર્ગે દોરી રહ્યાં હોવાની વાત કરી છે. તેમજ કહ્યું કે,કોંગ્રેસના સાશનમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા નથી મળતી.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 11:52 pm, Mon, 21 November 22

Next Video