Gujarat Election 2022 : Big Debate On Bus મહેસાણાની ઉંઝા બેઠક પર ભાજપ- કોંગ્રેસ મેનિફેસ્ટોના વાયદાને લઇને આમને-સામને

|

Nov 26, 2022 | 11:44 PM

ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ મહેસાણાના ઉંઝા  હોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  મહેસાણાના  ઉંઝામાં જામ્યો  છે.  જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપ નેતા  પારૂલ પટેલ , કોંગ્રેસના નેતારામાજી ઠાકોર તથા રાજકીય વિશ્લેષક વિમલ વૈધ  જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે.  તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ મહેસાણાના ઉંઝા  પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  મહેસાણાના  ઉંઝામાં જામ્યો છે. જ્યારે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપ નેતા  પારૂલ પટેલ , કોંગ્રેસના નેતા રામાજી ઠાકોર તથા રાજકીય વિશ્લેષક પ્રોફેસર વિમલ વૈધ  જોડાયા હતા.

એપીએમસી આજે ફરી નંબર વન પર આવી છે

આ ડિબેટમાં ભાજપ નેતા  પારૂલ પટેલે મેનિફેસ્ટો પર જણાવ્યું હતું કે, મા ઉમિયાના ધામમાં 28 વર્ષથી 25,000 કરોડ કૃષિ માટે આપ્યા છે. કોંગ્રેસની વાતો છે એમને સત્તા પર આવવાનું નથી એટલે માત્ર વાતો કરી હતી.એપીએમસી આજે ફરી નંબર વન પર આવી છે. નંબર વન અને ટુ માત્ર સામાન્ય ફેર હોય છે. ભાજપે 20 લાખ રોજગારીનો વાયદો કર્યો છે ત્યારે આ રોજગારી કેવી રીતે આપશો તે અંગેના જવાબમાં જણાવ્યું હતું કે  આપણે માત્ર સરકારી નોકરીઓ ગણીએ છીએ ખાનગી નોકરીઓ પણ ગણવી જોઇએ.

મહેસાણા જિલ્લામાં કોંગ્રેસે પાંચ બેઠક જીતેલી છે

આ ડિબેટમાં કોંગ્રેસ નેતા રામાજી ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસના મેનીફેસ્ટોમાં ખેડૂતો માટે જોગવાઇ કરી છે. આ ઉપરાંત અમારા મેનિફેસ્ટોમાં સૌથી વધારે ધ્યાન બેરોજગારી દૂર કરવા પર છે.તેમજ અમે વધુમાં વધુ યુવાનોને રોજગાર આપવા પર ધ્યાન આપ્યું છે. તેમજ અમારો મેનિફેસ્ટો ફફત ભાજપની જેમ ફેંકું સરકારનો નથી. અમે 10 લાખ નોકરીનો વાયદો કર્યો છે તેમજ અમે જે કહીશું તે અમે કરીશું.ભાજપ સરકાર કોઇને બે  નંબરઆપતી નથી. તેવો બીજા નંબરેથી લોકોને ગણે છે. જ્યારે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસે પાંચ બેઠક જીતેલી છે. તેમજ આગામી ઇલેક્શનમાં પણ બેઠકો જીતશે.

રોજગારીની વાત સતત બે વખતના મેનિફેસ્ટોમાં કરવામાં આવે છે

જ્યારે  રાજકીય વિશ્લેષક પ્રોફેસર વિમલ વૈધે જણાવ્યું હતું કે દર વર્ષે બંને પક્ષ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવે છે. તેમજ તેમા પક્ષો દ્વારા અલગ અલગ વાયદાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ આ બધા જનતા કોના પર વિશ્વાસ મૂકશે તે મહત્વનું હોય છે. કારણ કે રોજગારીની વાત સતત બે વખતના મેનિફેસ્ટોમાં કરવામાં આવે છે. આ વખતના મેનિફેસ્ટો પણ છે અને આગામી મેનિફેસ્ટોમાં  પણ રહેવાની છે. આ તો કાયમી પ્રશ્ન છે. આ વાયદો છેક વર્ષ 1952થી કરવામાં આવે છે. જો કે મારો પ્રશ્ન એ છે કે આપણે જે જગ્યાએ ઉભા છીએ તે એપીએમસી એશિયામાં પ્રથમ નંબરે હતી જે આજે બીજા નંબરે ઘકેલાઇ ગઇ છે તે મુખ્ય પ્રશ્ન છે.

Published On - 11:05 pm, Sat, 26 November 22

Next Video