Gujarat Election 2022: જામનગર ઉત્તર બેઠક પર ભાભી V/S નણંદનો જંગ, નયનાબાએ રિવાબાને ગણાવ્યા આયાતી ઉમેદવાર

|

Nov 24, 2022 | 4:50 PM

Gujarat Election 2022: જામનગર ઉત્તર બેઠક પર ભાભી V/S નણંદનો જંગ જામ્યો છે. જેમા કોંગ્રેસના ઉમેદવાર નયનાબાએ ભાજપના ઉમેદવાર અને તેમના ભાભી રિવાબાને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે અને જણાવ્યુ છે કે તેમનું નામ રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાર યાદીમાં બોલે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક પુત્રવધુ અને સસરા મેદાને છે તો ક્યાંક નણંદ અને ભાભી આમને સામને છે. જામનગરની જો વાત કરીએ તો જામનગર ઉત્તર બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે  બિપિનચંદ્ર જાડેજાને ટિકિટ આપી છે. તેમના માટે રિવાબાના નણંદ નયનાબા પ્રચાર કરી રહ્યા છે. આ બંને નણંદ ભાભી વચ્ચે હવે પ્રચાર પણ વધુ રસપ્રદ બની રહ્યો છે. જામનગરમાં આજે પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નયનાબા એ તેમના ભાભી રિવાબાને આયાતી ઉમેદવાર ગણાવ્યા. નયના બા એ કહ્યુ કે રિવાબા જાડેજા તો રાજકોટના મતદાર છે અને સ્થાનિક મુદ્દાઓથી અજાણ છે.

ચૂંટણીનો આ જંગ હવે ભાભી વર્સિસ નણંદ સુધી પહોંચી ગયો

આપને જણાવી દઈએ કે રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર છે. તો તેમની સામે કોંગ્રેસમાંથી પ્રચાર અર્થે નણંદ નયબા જાડેજા મેદાને છે. નયબાએ તેમના પ્રચાર દરમિયાન જણાવ્યુ કે ભાજપના ઉમેદવારનું નામ હાલની તકે પણ રાજકોટ પશ્ચિમમાં મતદાર યાદીમાં નામ બોલે છે. તેઓ રાજકોટના મતદાર છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે રિવાબા ખુદ પોતાને મત આપી શકે તેવી સ્થિતિમાં નથી તો ક્યા અધિકારથી જનતા પાસે મત માગી રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે તેઓ અહીં રહેવાના નથી, આયાતી ઉમેદવાર છે આથી તેમણે રાજકોટના ઉમેદવાર તરીકે લડવુ જોઈએ, નહીં કે જામનગરથી.  વિધાનસભા ચૂંટણીનો આ જંગ હવે ભાભી વર્સિસ નણંદ સુધી પહોંચી ગયો છે.

 

Published On - 6:16 pm, Tue, 22 November 22

Next Video