Gujarat Election 2022 : તાપીમાં અમિત શાહે કર્યો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું આ કારણે રાહુલ ગાંધી સભા કરવા આવતા નથી

|

Nov 20, 2022 | 5:41 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે તાપીના નિઝરમા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે તાપીના નિઝરમા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનું કામ બોલે છે ના નારા સાથે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. પરંતુ કોંગ્રેસે કરેલા કામોનો તેમની પાસે હિસાબ નથી એટલે તેવો ગુજરાતમાં પ્રચારમાં આવતા નથી.

આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપે દરેક ક્ષેત્રનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારના વિકાસ માટે ભાર મૂક્યો છે. તેમજ કોંગ્રેસ વાળા બોર્ડ મારે છે કે કામ બોલે છે..પણ તમે 1990 થી સત્તામાં નથી તો કામ કેવી રીતે કર્યું. તેમજ કોંગ્રેસને બોલતા શરમ આવવી જોઈએ કોંગ્રેસના રાજમાં ક આદિવાસી વિસ્તારમાં લાઈટ નહોતી માત્ર ચાર કે પાંચ કલાક લાઇટ મળતી હતી. જ્યારે પીએમ મોદીએ 24 કલાક વીજળી પહોંચાડી છે.

પીએમ મોદીએ દ્રૌપદી મુરમુંને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે. જ્યારે નર્મદાની અંદર ભગવાન બિસરા મુંડા વિશ્વ વિદ્યાલય અને ગોધરામાં ગોવિંદ ગુરુ વિશ્વ વિદ્યાલય બનાવ્યું છે. કોંગ્રેસના રાજમાં દેશમાં આદિવાસી વિકાસ માટે કોઈ બજેટ નહોતું. તેમજ વર્ષ 2004માં નરેન્દ્ર મોદીએ  આદિવાસી વસ્તી જેટલા રૂપિયા આદિવાસી માટે ખર્ચવાની વાત કરી છે.

Published On - 5:28 pm, Sun, 20 November 22

Next Video