Gujarat Election 2022 : રાજકોટમાં મતદાન પૂર્વેની રાત્રે કારમાંથી 10 લાખની રોકડ મળી

|

Nov 30, 2022 | 11:15 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. તેવા સમયે રાજકોટમાં મતદાન પૂર્વેની રાત્રે કારમાંથી 10 લાખની રોકડ મળી હતી. જેમાં ચુંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલના પગલે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવા આવી રહ્યું છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. તેવા સમયે રાજકોટમાં મતદાન પૂર્વેની રાત્રે કારમાંથી 10 લાખની રોકડ મળી હતી. જેમાં ચુંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલના પગલે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવા આવી રહ્યું છે. જેમાં પોલીસ ચેકિંગ દરમિયાન 10 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. જેમાં પોલીસના ખીરસરા ચેક પોસ્ટ પરથી મળી 10 લાખની રોકડ મળી હતી. જે અંગે ચૂંટણી વિભાગે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે. તેમજ તેના પગલે આઇટી વિભાગે તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત રાજ્યમાં હાલ 140  આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 થી વધુ Static Surveillance Teams તથા ૫૪૬ થી વધુ Flying Squads કાર્યરત છે Static Surveillance Teams દ્વારા 56,970/- રૂ. નો IMFL, 4,770/- રૂ. નો દેશી દારૂ, 1,53,00,000/- રૂ. ના ઘરેણાં, 1,21,36,630/- રૂ.ની રોકડ રકમ તથા 14,76,700/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 2,89,75,070/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 34,950/-રૂ. નો IMFL, 500/- રૂ. નો દેશી દારૂ, 1,85,56,220/- રોકડ રૂપિયા (Cash) તથા 9,43,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,95,34,625/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

Local Police દ્વારા 3,09,03,760/- રોકડ રૂપિયા (Cash), 3,55,67,237/- રૂ. ના ઘરેણાં, 61,97,45,109/- રૂ. ના NDPS પદાર્થો તથા 8,267,924/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,44,84,030/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Next Video