GUJARAT : કોરોનાના કેસોમાં વધારો, નવા 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ 600ને પાર

GUJARAT : કોરોનાના કેસોમાં વધારો, નવા 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ 600ને પાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:15 PM

GUJARAT CORONA UPDATE : આજે નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ આમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોધાયા તો સુરત શહેરમાં 16 અને વડોદરા શહેરમાં 10 કેસ છે.

AHMEDABAD : રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે 21 ડિસેમ્બરે રાજ્યમાં 87 કેસ નોંધાયા હતા અને 2 દર્દીના મૃત્યુ થયા હતા. તો આજે 22 ડિસેમ્બરે 91 નવા કેસ નોંધાયા છે અને સાથે 2 દર્દીના મૃત્યુ થયા હતા. આજે નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ આમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોધાયા તો સુરત શહેરમાં 16 અને વડોદરા શહેરમાં 10 કેસ છે.

આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8,28,794 (8 લાખ 28 હજાર 794 ) કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે સુરત શહેરમાં 1 અને દેવભૂમિ દ્વારકા 1 એમ બે દર્દીના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઅંક 10,105 થયો છે.

આજે રાજ્યમાં 41 અને અત્યાર સુધીમાં કુલ 8,18,051 ( 8 લાખ 18 હજાર 051 ) દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 637 થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો આજે 22 ડિસેમ્બરે 1,82,360 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,76,83,762 (8 કરોડ 76 લાખ 83 હજાર 762 ) ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ, 11 દિવસમાં નોંધાયા 182 કેસ

આ પણ વાંચો : JAMNAGAR : બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કરીને પુત્રએ પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી

g clip-path="url(#clip0_868_265)">