રાજકીય વનવાસ પૂર્ણ : ફરી રાજકારણમાં સક્રિય થશે ભરતસિંહ સોલંકી ! કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આપ્યા સંકેત

|

Jul 31, 2022 | 7:59 AM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની (Madhavsinh solanki) જન્મતિથિએ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધૂ શર્માએ ભરતસિંહ રાજકારણમાં સક્રિય થાય તેવા સંકેત આપ્યા હતા.

કૉંગ્રેસના અગ્ર હરોળના નેતા ભરતસિંહ સોલંકીનો (Congress Leader Bharatsinh solanki)  રાજકીય વનવાસ પૂર્ણ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.પત્ની સાથે વિવાદ થયા બાદ ભરતસિંહે સક્રિય રાજકારણમાંથી (politics)  વિરામ લીધો હતો.પરંતુ ચૂંટણી નજીક આવતા તેઓ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવી શક્યતા છે.શનિવારે માધવસિંહ સોલંકીની(Madhavsinh solanki)જન્મતિથિએ ભરતસિંહ રાજકારણમાં સક્રિય થાય તેવા સંકેત આપ્યા હતા.ભરતસિંહ અંગે કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ (Raghu Sharma) કહ્યું કે,”ભરતસિંહ સોલંકી પાર્ટીના સિનિયર નેતા છે, પાર્ટીએ ક્યારેય તેમને રાજકારણથી દૂર થવા નહોતું કહ્યું, તેઓ રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે”

વિવાદ બાદ સોલંકીએ રાજકીય વનવાસ લીધો

કોંગ્રેસ (Congress) ના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) વીડિયો વાયરલ થતા તેઓ વિવાદમાં આવ્યા હતા. વીડિયોમાં કોંગ્રેસના અગ્ર હરોળના નેતા કોઈ અન્ય યુવતી સાથે જોવા મળ્યા હતા.બાદમાં આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ પણ કર્યો હતો.

છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ચાલતો ભરતસિંહનો પત્ની રેશમાબહેન સાથેનો વિવાદ નવા સ્વરૂપે બહાર આવતો રહે છે. આ વિવાદ વચ્ચે રેશમાબહેન અમેરિકા જતાં રહ્યાં હતાં. જ્યાંથી બે મહિના પહેલાં પરત આવ્યા હતા અને સીધા બોરસદના દેવર્લી હિલ્સ ખાતે આવેલા ભરતસિંહના ઘરે પહોંચી ગયાં હતાં. જોકે, ભરતસિંહે તેમને કાઢી મુકતા હાઈડ્રામા સર્જાયો હતો.  રેશમાબહેને ગૃહપ્રવેશ માટે પોલીસ સુરક્ષા માંગી હતી, જે સુરક્ષા મળતાં  તેઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. આ ઘટના અંગે રેશ્માબહેનના વાયરલ વીડિયોમાં તેઓ કહે છે કે, હું ભરતસિંહને ક્યારેય છુટાછેડા નહીં આપું, મારી નાંખવી હોય તો મારી નાંખે, આ ઘરમાંથી મારી લાશ જ બહાર નિકળશે.આ વિવાદ બાદ તેઓએ સક્રિય રાજકારણમાંથી વિરામ લીધો હતો.

Next Video