29 સપ્ટેમ્બરથી અમદાવાદમાં નેશનલ ગેમ્સનો થશે પ્રારંભ, PMની મુલાકાત પહેલા CMએ સ્ટેડિયમનું કર્યુ નિરીક્ષણ

|

Sep 25, 2022 | 2:27 PM

29 સપ્ટેમ્બરે PM મોદી નેશનલ ગેમ્સને (National Games) ખુલ્લી મુકશે. ત્યારે પીએમ મોદીની મુલાકાત પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોંચ્યા હતા.

આગામી 29 સપ્ટેમ્બરથી અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) 36મી નેશનલ ગેમ્સની શરૂઆત થવા જઈ રહી છે. 29 સપ્ટેમ્બરે PM મોદી નેશનલ ગેમ્સને (National Games) ખુલ્લી મુકશે. ત્યારે પીએમ મોદીની મુલાકાત પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોંચ્યા હતા અને 36મી નેશનલ ગેમ્સને લઈ નિરીક્ષણ કર્યું હતું. ગેમ્સ અંગે સ્ટેડિયમમાં કેવી તૈયારી છે તે અંગે અધિકારીઓ સાથે સમગ્ર કાર્યક્રમને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી.

કાલુપુર મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન પર પણ નીરિક્ષણ કર્યુ

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશન પર કામગીરીની સમીક્ષા કરી હતી. PM મોદી ફરી 29 અને 30 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે મોદીના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહીં જાય તે માટે ખુદ મુખ્યપ્રધાને કાલુપુર મેટ્રો સ્ટેશન અને રેલવે સ્ટેશન પર અધિકારીઓ પાસેથી કામગીરીની માહિતી મેળવી હતી. જ્યારે કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની સમીક્ષા કરી હતી. મોદી કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જવાના હોવાથી સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ બાદ કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની મુખ્યપ્રધાને ખાતરી આપી હતી.

મહત્વનું છે કે 29મી સપ્ટેમ્બર નેશનલ ગેમ્સની PM મોદી શરૂઆત કરશે. 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમત સ્પર્ધા ચાલશે. જેમાં 36 રમતો યોજાશે. 36 રાજ્યો 36મી રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં આકર્ષણ રહેશે. વિવિધ રાજ્યના 7 હજાર ખેલાડી રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે. ઈન્ડિયન આર્મડ ફોર્સીસ, નવા કેન્દ્ર શાસિત રાજ્યો લદ્દાખ, દાદરા નગર હવેલી અને દીવ દમણ પણ રાષ્ટ્રીય સ્પર્ધામાં પહેલીવાર ભાગ લેશે તો જાન્યુઆરી 2020માં થયેલા એગ્રીમેન્ટ મુજબ બોડોલેન્ડ ટેરેટોરિયલ રિજન પણ 36મી રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભાગ લે એવી શક્યતા છે.

Next Video