Narmada: આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમની મુલાકાતે, માં નર્મદાના કરશે વધામણા

|

Sep 14, 2022 | 6:20 PM

તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.27 મીટરે પહોંચી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલે સવારે એટલે કે ગુરૂવારે સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) મુલાકાત લેશે અને મા નર્મદાના વધામણા કરશે. શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજ રાત સુધીમાં સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી પુરેપુરી શક્યતા છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 138.70 મીટરે પહોંચી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.27 મીટરે પહોંચી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. તેથી ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર 41 સેમી દૂર છે. ડેમમાં હાલ પાણીની આવક 3.18 લાખ ક્યૂસેક નોંધાઈ છે.

સરદાર સરોવર ડેમ છલકાયો

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

8 દરવાજા ખોલી દેવામાં આવ્યા

જળસપાટી વધતા જળસ્તર જાળવવા માટે 8 દરવાજા મારફતે 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. નર્મદા ડેમમાંથી પાણીની કુલ જાવક 64,869 ક્યૂસેક છે. જો વિગતે વાત કરીએ તો રીવરબેડ પાવર હાઉસમાંથી 42,766 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે તો કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં 17,414 ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે.

Next Video