Gandhinagar : કમલમમાં આજે ભાજપ પ્રદેશ કારોબારીની મળશે બેઠક, ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન

|

May 23, 2022 | 8:31 AM

BJP Meeting : આ બેઠકમાં કારોબારી સભ્યોને વિસ્તાર મુજબ કામગીરી કરવા પણ સૂચનાઓ અપાશે, ઉપરાંત 2 રાજકીય ઠરાવ પણ પસાર કરવામાં આવશે.

Gandhinagar News : ગુજરાત વિધાનસભાની ચૂટંણીને (Gujarat Assembly election) લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) આજે ભાજપ (BJP)  પ્રદેશ કારોબારીની બેઠક મળશે. કમલમમાં મળનારી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન કરાશે. ઉપરાંત કારોબારી સભ્યોને શિબિરની ચર્ચા અંગે માહિતી આપવામાં આવશે. સાથે જ આગામી સમયના કાર્યક્રમોની પણ માહિતી અપાશે. કારોબારી સભ્યોને વિસ્તાર મુજબ કામગીરી કરવા પણ સૂચનાઓ અપાશે. આ ઉપરાંત 2 રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે. 150 વિસ્તારકોને વિધાનસભાની જવાબદારી સોંપાશે અને સોશિયલ મીડિયામાં ડિજિટલ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવશે.

જયપુરમાં ચિંતન……કમલમમાં મનોમંથન !

રાજસ્થાનમાં (Rajasthan) હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી.આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly election) રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તેમજ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ.

 

Next Video