ગુજરાત BJPના નેતાઓ ઉત્તરપ્રદેશ જવા રવાના, 165 નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં અપાઈ આ જવાબદારી

|

Dec 15, 2021 | 6:13 PM

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો સત્તા કબજે કરવા જોર લગાવી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાને જવાબદારી સોંપાઈ છે.

UP Assembly Election: ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના (Gujarat BJP) નેતાઓને અગત્યની જવાબદારી સોંપાઈ છે. જેને લઈ ભાજપના નેતાઓ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી UP જવા રવાના થયા છે. આ નેતાઓ UP માં મેરેથોન બેઠકમાં હાજરી આપી ચૂંટણી અંગેની રણનીતિ ઘડશે. મહત્વનું છે કે ગુજરાત ભાજપના નેતાઓને 11 જિલ્લાની 71 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.

જે માટે ગુજરાતના 165 નેતાઓ UP વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં જોતરાશે. આ તકે UP જતા નેતાઓએ નિવેદન આપ્યું હતુ કે, “ગુજરાત ભાજપના કાર્યકરો ઉત્તર પ્રદેશમાં યોગીજી અને મોદીજીના વિકાસના કામોને જનતા સુધી લઈ જશે. અને યૂપી ભાજપાના આગેવાનોના પૂરક બની પાર્ટીને વિજયી બનાવવા પ્રયત્ન કરશે.”

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Election) યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો સત્તા કબજે કરવા માટે તેમના વચનોની પેટી ખોલી રહ્યા છે. આ સાથે જ તમામ રાજકીય પક્ષોની નજર રાજ્યના સાડા છ કરોડ મતો પર ટકેલી છે. તેથી જ તમામ રાજકીય પક્ષો આ મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારના વચનો આપી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ રાજ્યમાં જ્યાં સત્તારૂઢ ભાજપ (BJP) ટેબલેટ અને લેપટોપ આપવાની તૈયારી કરી રહ્યું છે, સમાજવાદી પાર્ટી પણ તેની ચૂંટણી (Election)પછીની સરકારમાં યુવાનોને ઘણી ભેટ આપવાનું વચન આપી રહી છે, જ્યારે કોંગ્રેસે (Congress)યુવતીઓને આકર્ષવા માટે સ્કૂટી અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે.

 

આ પણ વાંચો: VALSAD : દમણમાં ચોર સમજી કિશોરને સ્થાનિકોએ આપી તાલીબાની સજા, વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત

Next Video