Kutch : ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા

|

Apr 27, 2022 | 11:33 PM

કચ્છના(Kutch) દરિયાકાંઠે પકડાયેલ હેરોઇનનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનની જેલમાંથી હેરોઇન હેરાફેરીનું આ ષડયંત્ર ચાલતું હતું. રાજસ્થાનના ગેંગસ્ટરો ડ્રગ્સ વેપાર ચલાવતા હોવાની માહિતી મળી રહી છે.

ગુજરાતમાં(Gujarat)  કચ્છના(Kutch)  દરિયાકાંઠે ATSએ મધદરિયેથી ઝડપેલા 56 કિલો ડ્રગ્સના(Drugs)  કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા છે. દિલ્લીમાંથી રાજી હૈદર, ઈમરાન આમીર, અવતારસિંહ અને અબ્લુદ ખાલીક નામના શખ્સ ધરપકડ કરાઈ છે.. અગાઉ આ કેસમાં 9 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે જેમાંથી 8 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાંથી ફરી એકવાર ડ઼્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો  હતો જખૌના દરિયા કિનારાથી ગુજરાતની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો હતો . જેમાં  ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કચ્છના દરિયાકાંઠે પકડાયેલ હેરોઇનનો કેસમાં મોટો ખુલાસો થયો હતો . મળતી માહિતી અનુસાર, રાજસ્થાનની જેલમાંથી હેરોઇન હેરાફેરીનું આ ષડયંત્ર ચાલતું હતું. રાજસ્થાનના ગેંગસ્ટરો ડ્રગ્સ વેપાર ચલાવતા હોવાની માહિતી મળી હતી . આ મામલે એવી માહિતી મળી રહી છે કે, કરાચીથી મામુ નામના શખ્સે બોટમાં હેરોઇન લોડ કરાવ્યું હતુ. ત્યારબાદ ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન પાસે અન્ય બોટમાં આ હેરોઇન ટ્રાન્સફર કરવાના હતા. જો કે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી.

આ પણ વાંચો :  Ahmedabad : ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલેના પિતાની પુણ્યતિથીમાં હાજરી અંગે આપ્યો આ જવાબ

આ પણ વાંચો :  Bharuch : કેદીનો સ્વાંગ રચી પોલીસે સબજેલના મોબાઈલ ફોન નેટવર્કને ઝડપી પાડ્યું, હત્યા અને NDPS ના કેદીઓ પાસેથી કબ્જે કરાયા ફોન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:19 pm, Wed, 27 April 22

Next Video