Gujarat Assembly Election 2022 : અલ્પેશ કથીરિયા બે બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક

|

Nov 04, 2022 | 1:26 PM

ગોંડલ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ છતા, અલ્પેશ કથીરિયાએ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવા વ્યક્ત કરેલી ઈચ્છાએ અનેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. અલ્પેશે આમ આદમી પાર્ટીમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક નહી બે બેઠક પરથી લડવા તૈયારી દર્શાવી છે. સુરતની વરાછા અને ગોંડલ બન્ને બેઠક ઉપર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહેલુ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી સમયે વરાછામાં પાટીદાર મતદારોએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે. પાટીદારોના ગઢ ગણાતા સુરત શહેરના વરાછા અને રાજકોટ જિલ્લાની ગોંડલ એમ બન્ને બેઠક પરથી અલ્પેશ કથીરિયાએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુંસાર, ગોંડલ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ છતા, અલ્પેશ કથીરિયાએ ગોંડલથી વિધાનસભાની ચૂંટણી લડવા વ્યક્ત કરેલી ઈચ્છાથી સાબિત થાય છે કે, આમ આદમી પાર્ટીમાં બધુ સમુસુતરુ નથી ચાલી રહ્યું. અલ્પેશ કથીરિયાએ વરાછા ઉપરાંત ગોંડલથી લડવા દર્શાવેલ તૈયારીને આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડ કેટલું ગંભીરતાથી લે છે તે 14 નવેમ્બર સુધીમાં સામે આવી જશે. જો કે સવાલ સૌથી મોટો એ છે કે, શુ આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને બે બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગશે ?

With input Ronak Majithia- Rajkot

Published On - 1:25 pm, Fri, 4 November 22

Next Video