અરવલ્લી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યુ છે. જિલ્લામાં મંગળવાર અને બુધવારે માલપુર વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યુ હતુ. અરવલ્લીના માલપુર તાલુકામાં પશ્ચિમ પટ્ટાના વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બુધવારે સવારે અને બપોર બાદ વરસાદ કેટલાક વિસ્તારમાં વરસ્યો હતો. માલપુર શહેરમાં બુધવારે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલપુરમાં રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. કેટલાક નિચાણ વાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા.
વરસાદ ધોધમાર વરસવાને લઈ માલપુર-લુણાવાડા સ્ટેટ હાઈવે પરની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને લઈ વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળોથી ઘેરાયેલુ નજર આવી રહ્યુ છે. દરમિયાન વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં બુધવારે ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ધનસુરા વિસ્તારમાં વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. જેમાં 35 ઘેટાના મોત નિપજ્યા હતા.
Published On - 8:09 pm, Wed, 28 June 23