ગુજરાતમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ કોરોનાની ઝપેટમાં, હોમ આઇસોલેટ થયા

|

Jan 13, 2022 | 12:09 PM

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ રવિવારથી તબિયત સારી ન હોવાથી મિટિંગમાં હાજર રહ્યા ન હતા. તેમજ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આજે આવતા તેવો કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ પણ કોરોના પોઝિટિવ થયા છે. મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે. આજે સાંજે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ છેલ્લા ઘણા દિવસોથી કોરોના નિયંત્રણ માટેની કામગીરીમાં રોકાયેલા છે. તેમજ તેને લગતી મોટાભાગની મિટિંગમાં પણ તે હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોરોના વેકસીનેશનની તૈયારીઓમાં પણ તેવો કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં હતા. જો કે તેવો રવિવારથી તબિયત સારી ન હોવાથી મિટિંગમાં હાજર રહ્યા ન હતા. તેમજ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આજે આવતા તેવો કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા છે.

ગુજરાતમાં 04  જાન્યુઆરીના રોજ  કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા  2265 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં આજે  કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા બે કેસ નોંધાયા છે.- તેમજ રાજયના કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા  7881 એ  પહોંચી છે.

અમદાવાદમાં સૌથી વધુ  1,314 કેસ

જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં  1,314 કેસ, સુરતમાં 424, વડોદરામાં 94 કેસ નોંધાયા, રાજકોટમાં 57,ગાંધીનગરમાં 35, ભાવનગરમાં 22 કેસ,
જામનગરમાં 23, જૂનાગઢમાં 14 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37, ખેડામાં 34 કેસ, ભરૂચમાં 26, મોરબીમાં 24, નવસારીમાં 18 કેસ,  મહેસાણામાં 14, પંચમહાલમાં 14, વલસાડમાં 9 કેસ, બનાસકાંઠામાં 6, સાબરકાંઠામાં 6 કેસ,અરવલ્લીમાં 5, દ્વારકામાં 4, મહીસાગરમાં 4 કેસ, અમરેલીમાં 3, ગીર-સોમનાથમાં 3, તાપીમાં 3 કેસ દાહોદમાં 2, ડાંગમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.

 

આ પણ  વાંચો : કોરોનાની દહેશત: શકિતપીઠ અંબાજીમાં પોષી પૂનમની શોભાયાત્રા રદ કરાઇ

આ પણ  વાંચો : યુવરાજસિંહનો હુંકાર, ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયું છે તે મેં પૂરવાર કર્યું

Published On - 8:56 pm, Tue, 4 January 22

Next Video