Gujarat Election : ‘મેં ગદ્દારી નથી કરી ‘ કોંગ્રેસમાંથી છેડો ફાડનાર ધારાસભ્ય હર્ષદ રિબડિયાનુ મોટુ નિવેદન

|

Oct 05, 2022 | 7:59 AM

રાજીનામા અંગે હર્ષદ રિબડિયાએ કહ્યું, મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ (Congress) દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election) પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને હર્ષદ રિબડિયાએ (MLA Harshad Ribadiya) ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. રાજીનામા અંગે હર્ષદ રિબડિયાએ કહ્યું, મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ (Congress) દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

‘ચૂંટણી ગુજરાતમાં અને યાત્રા દક્ષિણ ભારતમાં’ – MLA હર્ષદ રિબડિયા

વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને યાત્રા દક્ષિણ ભારતમાં (South India)  ચાલી રહી છે. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે હર્ષદ રિબડીયા કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાઈ શકે છે.તમને જણાવી દઈએ કે, પાટીદાર સમાજના નેતા રિબડિયા 2017 માં કોંગ્રેસની ટિકિટ પર પટેલ સમુદાયના પ્રભુત્વવાળી બેઠક પરથી ચૂંટાયા હતા. રિબડિયા છેલ્લા સાડા ચાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારની હંમેશા ટીકા કરતા જોવા મળ્યા છે.

Published On - 7:55 am, Wed, 5 October 22

Next Video