માત્ર 40 કલાકના કોર્સમાં GTU શીખવાશે ડ્રોન ઉડાવતા, વિદ્યાર્થીને શરૂઆતથી જ 50 હજારની નોકરી મળી શકે છે!

|

Dec 23, 2021 | 7:28 AM

GTU Drone course: લગ્ન સમારોહથી લઈને રાજકીય પક્ષોની રેલીઓ તેમજ જાહેર સભામાં ડ્રોન દ્વારા વીડિયોગ્રાફીનું ચલણ વધી રહ્યું છે. ત્યારે GTU ડ્રોન લક્ષી કોર્સ લઈને આવ્યું છે.

Drone Course in GTU: જો તમારે પણ ડ્રોન ઉડાવતા શીખવું હોય તો થઈ જાઓ તૈયાર. Gujarat Technological University દ્વારા તમને બેઝિક ડ્રોન ફ્લાઈંગ કોર્સ શીખવાડવામાં આવશે. ધોરણ 12 પાસ કોઈપણ યુવાન આ કોર્સ કરી શકશે. 40 કલાકના આ કોર્સમાં યુવાનોને ડ્રોનની ટેક્નોલોજી તેમજ ડ્રોન થકી વીડિયોગ્રાફી પણ શીખવાડવામાં આવશે.

હાલ લગ્ન સમારોહથી લઈને રાજકીય પક્ષોની રેલીઓ તેમજ જાહેર સભામાં ડ્રોન દ્વારા વીડિયોગ્રાફીનું ચલણ વધી રહ્યું છે. ત્યારે શરૂઆતમાં 30 વિદ્યાર્થીઓને બેચમાં લેવામાં આવશે. તેમાં પ્રવેશ મેળવનારાઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે તેવી પણ યોજના છે. કોર્સ કર્યા પછી વિદ્યાર્થીને શરૂઆતમાં જ 35થી 50 હજાર રૂપિયાના પગારમાં નોકરી મળી શકે છે. તાલીમ મેળવનાર વ્યક્તિ ઇચ્છે તો પોતાનું અલગથી કામ પણ શરૂ કરી શકે છે.

જણાવી દઈએ કે જીટીયુ 2022ના પ્રથમ સપ્તાહથી બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ કોર્સ GTUના CEC દ્વારા GTUની પોતાની સ્ટાર્ટઅપ ડ્રોન લેબ સાથે મળીને શરૂ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન દ્રારા માત્ર વીડિયોગ્રાફી જ નહીં પરંતુ સર્વે, મેપિંગ, સર્વેલન્સ અને ઇન્સ્પેક્શન માટે પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

 

આ પણ વાંચો: Jamnagar: સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનાથી ચકચાર, 15 સીનિયર વિદ્યાર્થીઓ પર આરોપ

આ પણ વાંચો: Dwarka: જગતમંદિર આસપાસ ડ્રોન ઉડતા અટકળો, પ્રતિબંધિત વિસ્તારમાં કોની મંજૂરીથી ઉડાડવામાં આવ્યું ડ્રોન?

Published On - 7:28 am, Thu, 23 December 21

Next Video