GSSSBના ચેરમેન અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મોકલ્યો Email? હેડ ક્લાર્ક પેપર લીક થયાની કબૂલાત?

GSSSBના ચેરમેન અસિત વોરાએ સાબરકાંઠા પોલીસને મોકલ્યો Email? હેડ ક્લાર્ક પેપર લીક થયાની કબૂલાત?

| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:23 PM

Head Clerk Paper Leak: હેડ ક્લાર્ક ભરતી પેપર લીક અંગે આસિત વોરાએ સાબરકાંઠા એસપીને ઈમેઈલ કર્યો. ત્યારબાદ, આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

GANDHINAGAR : ગૌણ સેવા પસંદગી મંડળના કથિત પેપર લીક મામલે નવો વળાંક સામે આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પેપર લીક થયાની વાતનો આખરે સ્વિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તો મળેલી માહિતી અનુસાર હેડ કલાર્કનું પેપર ફૂટ્યાની વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. પેપર ફૂટવાને લઈ ગુજરાત ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસે ઈમેઈલ કર્યો છે. પરીક્ષા માટે ફૂલ પ્રુફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા પસંદગી મંડળ નિષ્ફળ રહ્યું છે. આ મામલે 10થી 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાઈ શકે છે. તો આ દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અસિત વોરાએ સાબરકાંઠાના પોલીસને ઈમેઈલ કર્યો છે. ત્યારે આ કેસની તપાસને લઈને મેઈલ કર્યો હોવાની વાત જાણવા મળી છે. મહત્વપૂર્ણ છે કે સાબરકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધી 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો આ લોકોની પૂછપરછ ચાલી રહી હોવાની વાત સામે આવી છે.

જણાવી દઈએ કે બોર્ડે હજુ પણ પેપર લીક અને એની ફરિયાદની વાતને સ્વીકારી નથી. ગઈકાલે 15 ડિસેમ્બરે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ પેપરલીક થવાના મામલે પોલીસની 16 જેટલી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. અસિત વોરાએ કહ્યું કે અત્યાર સુધી મંડળને પેપરલીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે રાજ્યના ગૃહરાજ્યપ્રધાને ખાતરી આપી છે કે જો કોઈ ગેરરીતી કરવામાં આવી હશે તો આવું કોઈને બક્ષવામાં નહી આવે.

 

આ પણ વાંચો: Ahmedabad : રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની બે દિવસની હડતાળ, ખાનગીકરણ મામલે વિરોધ

આ પણ વાંચો: RAJKOT : ગોકળગાયની ગતિએ ચાલતું લક્ષ્મીનગર અંડર બ્રિજનું કામ, ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ