Rajkot: રાજકોટ સિવિલની બેદરકારી, ICCU વોર્ડમાં એ.સી. બંધ થતા દર્દી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી

|

Jun 02, 2022 | 6:32 PM

ઉલ્લેખનીય છે, આ પહેલા ઈમરજન્સી વોર્ડમાં (Rajkot Civil Hospital) એસી બંધ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ તાપમાન પણ વધારે છે. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે આઈસીયુ વોર્ડનું એસી બંધ હોવું એ ગંભીર બેદરકારી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) અવ્યવસ્થાઓને લઈ વારંવાર વિવાદમાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર સમાચાર આવ્યા છે કે, રાજકોટ સિવિલના ICCU વોર્ડના એક રૂમનું AC બંધ થવાની ઘટના બની છે. જેના પગલે સારવાર લઈ રહેલા હાર્ટ એટેકના દર્દીને ગભરામણ થવા લાગી હતી. રાજકોટ સિવિલનું AC બંધ હોવાથી દર્દી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. ICCU વોર્ડમાં ACના અભાવે દર્દીના જીવ પર જોખમ સર્જાયું હતું. આઈસીયુ વિભાગમાં કેબીન ચારેય બાજુથી પેક હોય છે. જેથી હવા-ઉજાસ ન મળતા દર્દીને ભારે ગભરામણ થવાથી શર્ટ કાઢીને બેસવું પડ્યુ હતુ. આખરે ખાનગી હોસ્પિટલની સારવાર લેવા મજબુર બન્યા હતા.

જો કે અવ્યવસ્થા અંગે હોસ્પિટલના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.  સિવિલ હોસ્પિટલના સ્ટાફ પાસેથી મળતી માહીતી મુજબ હાલ કેબિન નંબર 1નું એસી બંધ હાલતમાં છે. તેમજ તે હવે રીપેર થઈ શકે તેમ ન હોય તેનો રીપોર્ટ પણ સોપી દેવાયો છે. જેથી નવું AC ખરીદવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત મળતી માહીતી મુજબ કેબીન નંબર 3 નું એસી પણ બંધ હાલતમાં છે. પરંતુ તેનું રીપેરીંગ કામ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, આ પહેલા ઈમરજન્સી વોર્ડમાં એસી બંધ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ તાપમાન પણ વધારે છે. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે આઈસીયુ વોર્ડનું એસી બંધ હોવું એ ગંભીર બેદરકારી છે.

Next Video