સમગ્ર દેશમાં રામનવમી(Ramnavami) પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે..ત્યારે જૂનાગઢમાં(Junagadh) રામનવમીના પાવન પ્રસંગે સૌથી ભવ્ય શોભાયાત્રા(Shobha Yatra) નીકળી હતી.શોભાયાત્રામાં અયોધ્યામાં આકાર લઈ રહેલા રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો રથ વિશેષ અને મુખ્ય આકર્ષણ બની.આ શોભાયાત્રામાં પ્રથમ વખત ગજરાજ અને અશ્વોને સામેલ કરવામાં આવ્યા છે.શ્રીરામ ભગવાનની શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં 21 પ્રકારની અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી હતી.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
શોભાયાત્રામાં અયોધ્યાની પ્રતિકૃતી સમાન બનાવેલા રામ મંદિરના(Ram Mandir)રથની પ્રતિકૃતિ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની . આ મંદિરમાં 1 હજાર 872 લાદી ફીટ કરવામાં આવી. અને બહારની બાજુ કૃત્રિમ ઘાસ રાખી સુશોભિત કરાયું છે. અને 4 ફૂવારા મૂકવામાં આવ્યા છે.અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરની વિશેષતાઓ પર નજર કરીએ તો ત્રણ માળનું રામ મંદિર બનાવવા પાછળ 230 થર્મોકોલની સીટ, 244 લાકડાના સ્તંભનો ઉપયોગ કરાયો છે.આ રથમાં 50થી વધુ લાઇટ ફીટ કરવામાં આવી છે. જેમાં 25 રૂફલાઇટ, 15 સરફેસ્ડ LED લાઇટ મંદિરની અંદર ફીટ કરાઇ છે. મંદિરની બહારની સાઇડ 12 સ્ટ્રીટ લાઇટ લગાવાઈ છે. આ મંદિર બનાવવા માટે પ્લાય, થર્મોકોલ, ફેવિકોલ, પૂટી, પ્લાસ્ટર ઓફ પેરીસ, ખીલી, ખીલા, કલર, અસ્તર તેમજ લાદીનો ઉપયોગ કરાયો છે.
આ પણ વાંચો : Kutch : રસીલી કેસર કેરી આ વખતે પડશે મોંઘી, ગરમી અને વાતારવરણની અસરથી ઉત્પાદનમાં ઘટની શક્યતા
આ પણ વાંચો : Anand : ખંભાતમા રામનવમીની શોભાયાત્રાના ડીજે પર પથ્થરમારો કરાયો, જુથ અથડામણમાં એકનું મોત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો